અરુણાચલમાં ચીન ભારતની થોડી જમીન દબાવીને બેઠું છે
નવી દિલ્હી: ગલવાન ઘાટીમાં ચીનનો દાવો અને દગાખોરી સાથે આક્રમક નીતિરીતિથી આ વિસ્તારમાં જમીન કબજો કરવાની તેની ચાલ ઉજાગર થઈ ચૂકી છે. આ જ નીતિ વાસ્તવિક નિયંત્રણ રેખા પર લદ્દાખથી હજારો કિલોમીટર દૂર અરુણાચલ પ્રદેશમાં ચીન છેલ્લાં ઘણાં દાયકાથી અજમાવી રહ્યું છે. ૧૯૬૨ના યુધ્ધ પછી અરુણાચલમાં ભારતીય સેના અને ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીના વચ્ચે સંઘર્ષ અને તણાવભરી સ્થિતિની ઘટના માત્ર બે વખત જ સામે આવી છે.
વર્ષ ૧૯૭૫માં સરહદ નિકટના તવાંગમાં તુલુંગ લા વિસ્તારમાં ચીની સેનાની એક પેટ્રોલિંગ પાર્ટીએ ભારતીય સરહદમાં ઘુસણખોરી કરી હતી. જેના પગલે બેં પક્ષ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં આસામ રાઈફલ્સના ૪ જવાન શહીદ થયા હતા. આ ઉપરાંત અરુચાચલમાં એલએસીની પાસે જ ચીન દ્વારા ઝડપભેર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ બાબતે પણ ભારતની ચિંતામાં વધારો કર્યો છે.
વર્ષ ૧૯૮૬-૮૭માં સૌથી ગંભીર ઘટના સામે આવી હતી. જેમાં બંને દેશ લગભગ જંગની સ્થિતિની નિકટ પહોંચી ગયા હતા. ૧૯૮૬માં તવાંગના સુમદોરાંગ ચૂમાં ભારતીય સેનાની નજર ચીન દ્વારા કરાયેલા પાકા બાંધકામ પર પડી હતી. થોડા જ સપ્તાહમાં ત્યાં રાતોરાત હેલીપેડ પણ તૈયાર થઈ ગયું. આ સમયે ભારતીય સેનાના જવાનોને હાથુંગ લા પર કબજો કરવા માટે રવાના કરાયા હતા,
ત્યારબાજ ચીને પોતાની સેનાને સરહદ તરફ આગળ વધવા જણાવ્યું હતું. તત્કાલિન વિદેશ મંત્રી નારાયણદત્ત તિવારીએ બેઈજિંગ પહોંચીને એ વાત સ્પષ્ટ કરી કે ભારત સ્થિતિને બગાડવા નથી માગતું, ત્યારે તણાવમાં ઘટાડો થયો હતો. તે પછી ૫મી ઓગષ્ટ, ૧૯૮૭માં પ્રથમવાર બંને દેશોની સેના વચ્ચે ફ્લેગ મીટિંગ થઈ. ભૂતકાળની આ ઘટનાઓ ઉપરાંત છેલ્લાં કેટલાક વર્ષોમાં પણ પેટ્રોલિંગ દરમિયાન બંને દેશોની સેના આમનેસામને આવી ગયાની ઘટનાઓ નોંધાતી જ રહી છે.
તેમજ પોતાની જગ્યાએ હટવાની સ્પષ્ટ ના પાડી દીદ્યી હોય.પર દિંબાંગ વેલીમાં ચીની સેનાએ એક વખત બોર્ડ પણ મુકી દીધું હતું. જેની પર લખ્યું હતું – આ ચીનનો વિસ્તાર છે. પરત જાવ. અરુણાચલ પ્રદેશ સાથે સંકળાયેલા ૧૧૨૬ કિલોમીટર લાંબા સરહદી વિસ્તારમાં પૂર્વમાં અંજાવ જિલ્લાથી લઈને પશ્ચિમમાં તવાંગ સુધી, ખુબ જ ગતિ સાથે ચીનના દ્વારા ચાલી રહેલાં ઈન્ફાસ્ટ્રક્ચરના કામો હવે સીધા આંખ સામે જોવા મળી રહ્યા છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે.