Western Times News

Gujarati News

હીરા ઉદ્યોગમાં નવી વિચારણા-જીલ્લા કક્ષાએ કટીંગ, પોલીસીંગની કામગીરીની તૈયારીઓ

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાની મહામારીની સર્વત્ર અસર વર્તાઈ રહી છે. ખાસ કરીને ધંધા-ઉદ્યોગની હાલત કફોડી બની ગઈ છે. છેલ્લા બે મહિનાથી લોકડાઉનમાં બધુ ઠપ્પ થઈ ગયુ હતુ. હવે જ્યારે અનલોક-૧ અંતર્ગત ધંધા-વ્યવસાયો શરૂ થઈ ગયા છે ત્યારે કોરોના સંક્રમણનો ભય ઉભો થયો છે. વિવિધ વ્યવસાયો-ધંધામાં કે જ્યાં મધ્યમ કે મોટા યુનિટો છે ત્યાં મેન પાવરની સંખ્યા હોય, આવી જગ્યાઓ પર કોરોના ફેલાવાનો ડર સવિશેષ રહેતો હોય છે.

ઉદાહરણ તરીકે જાઈએ તો હીરા ઉદ્યોગમાં કોરોનાના પગપેસારાના કારણે સુરતમાં વહીવટી તંત્ર અને કારખાનેદારો વચ્ચે મીટીંગ યોજાઈ હતી અને જેમાં કોરોનાના સંદર્ભમાં ગાઈડલાઈનનું પાલન કરવાનું નક્કી કરાયુ હતુ. મુખ્ય વાત એ છે કે જા મેનપાવરને આંતરે દિવસે બોલાવવામાં આવે તો સમયસર ઉત્પાદન થાય નહીં. અગર તો નિયત સમયમાં કામ પૂર્ણ થાય નહીં. આવી સ્થિતિમાં   ઓર્ડર અટવાઈ પડે, હીરાના કારખાના સાંકડા હોય છે તેમાં કારીગરોની સંખ્યા વિશેષ જાવા મળે છે. તેથી સુરતમાં રત્ન કલાકારોમાં કોરોનાના કેસો વધ્યા હતા. વળી, જે રત્નકલાકારો ગામડે ગયા છે તેમાંથી હજુ ઘણા પરત આવ્યા નથી. આવા સંજાગોમાં હીરાના કારખાનાઓ શરૂ થયા છે

ત્યારે કોરોનાનો ફેલાવો અટકાવવા માટે એક વિચારણા ચાલી રહી છે. તે પ્રમાણે હવેથી હીરા કટીંગ, પોલીશ્ડ, ફીનીશીંગનું કામ જીલ્લા કક્ષાએથી થાય એ દિશા તરફ આગળ વિચારાઈ રહ્યુ છે.મોટેભાગ સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં આ પ્રકારનો નવો કન્સેપ્ટ ઉભો થાય તેમ છે. જા આમ, થશે તો જે તે જીલ્લાઓમાં જ રત્નકલાકારોને કામ મળશે એટલે ખોટી ભીડભાડ થાય નહીં અને રત્નકલાકારોને સ્થાનિક કક્ષાએ કામ મળી જાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.