Western Times News

Gujarati News

ખેડાને ફાળવેલ ૪ મોબાઇલ વાન પશુ દવાખાનાનો લોકાર્પણ કરતાં સાંસદ દેવુંસિંહ

ખેડા જીલ્લાના અંદાજીત આઠ લાખ પશુઓને આ સેવાઓનો લાભ મળશે . આ ઉપરાંત ખેડા જીલ્લામાં ઘણા પ્રકારના રોગો રસીકરણ દ્વારા રાજ્ય સરકારના પ્રયત્નોથી નાબુદ કરેલ છે . ખેડા જીલ્લામાં અંદાજીત વાંજીયા એક લાખ પશુઓ ઘાસચારો ખાય છે પણ દૂધ આપતા નથી તેવા પશુઓને આ મોબાઈલ વાન દ્વારા દૂધ ઉત્પાદન કરતી કરવામાં આવશે . જીલ્લામાં હાલ ૧૭ જેટલા પશુદવાખાના કાર્યરત છે અને ૧૯ જેટલા પ્રાથમિક પશુસરવાર કેન્દ્ર કાર્યરત છે . જેમાં આ મોબાઈલ પશુદવાખાના દ્વારા જે પશુઓ દવાખાના સુધી પહોંચી શકતા નથી તેવા પશુઓની સેવા ઘર આંગણે થાય એવો સરકારશ્રીનો ઉમદા અભિગમ છે .

આજ રોજ ખેડા જિલ્લા પંચાયત ખાતે દસ ગામ દીઠ એક પશુદવાખાના યોજનાનું અમલીકરણ GVK- EMRI મારફત જીલ્લાના સાંસદ  દેવુસિંહ ચૌહાણ , જિલ્લા પંચાયતના પ્રમુખ  નયનાબેન પટેલ , જિલ્લા વિકાસ અધિકારી  ડી . એસ .ગઢવી  તથા ઉત્પાદન  સહકાર સિંચાઈ અને પશુપાલન સમિતિ ના સહકારના ચેરમેન દિનેશભાઈ પરમાર નાયબ પશુપાલન નિયામક  વી.કે જોશી  તથા GVK- EMRI ના ખેડા જીલ્લાના પ્રોગ્રામ મેનેજર સંદીપ ગઢવી હાજર રહી ખેડા જિલ્લા ખાતે હાલમાં ફાળવેલી ૪ જેટલી મોબાઈલ વાનોનું લોકાપૅણ અધિકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું .

જેમાં ખેડા જીલ્લામાં કઠલાલ તાલુકાના લાડવેલ ગામ , ઠાસરો તાલુકોનું ગામ , નડિયાદ તાલુકાનું માંઘરોલી ગામ તથા મહેમદાવાદ તાલુકોના મોદજ ગામ ખાતે ચાર એબ્યુલન્સ વાનો ઉપસ્થિત રહેશે . ઉપર મુજબના ગામ અને તેની આજુબાજુના નવ જેટલા ગામોને એક મોબાઈલ વાન દ્વારા આવરી લેવામાં આવશે . જે દર અઠવાડિયામાં બે વાર એક ગામની મુલાકાત લેશે . અને સંકલિત દસ ગામોમાંથી કોઈપણ સમયે સવારના ૦૭ થી સાંજના ૦૭ દરમિયાન પશુની કોઈ પણ ઈમરજન્સી ઉપસ્થિત થશે તો ૧૯૯૬૨ ટોલ ફ્રી નંબર પર નિશુલ્ક સેવાનો લાભ ખેડા જીલ્લાના દર્શાવેલા ગામોના પશુપાલકોને મળશે . આગામી રાજ્યમાં કુલ પંદર જેટલી વાનોમાંથી હાલમાં ચાર પશુ મોબાઈલ વાન મળી છે . જે આગામી બે ફેજમાં પાંચ એને છે જેટલી વાનો ખેડા જિલ્લાને મળશે . આ મુજબ આગામી સમયમાં પુરા ખેડા જીલ્લાના ગામોને જ રીતે દસ ગામ દીઠ એક પશુ મોબાઈલ વાન મળી રહે તે દિશામાં રાજ્ય સરકાર કટિબંધ છે .(તસવીર સાજીદ સૈયદ નડિયાદ )


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.