Western Times News

Gujarati News

મર્સ્કે ગુજરાતનાં અલંગમાં જરૂરિયાતમંદ સમુદાયોમાં 36,000 પૂરક તબીબી સેવાઓ પ્રદાન કરી

????????????????????????????????????

અલંગ / મુંબઈ, કોવિડ-19 રોગચાળામાં ફેરવાઈ જતા મર્સ્કે ગુજરાતના અંલગમાં એની હેલ્થકેર સેવાઓનો વ્યાપ વધાર્યો છે. આ માટે મર્સ્કે વિવિધ પ્રયાસો કર્યા હતા, જેમાં 2,800થી વધારે કામદારોનું થર્મલ સ્ક્રીનિંગ થયું હતું, આ રોગચાળા અંગે જાગૃતિ લાવવા 80થી વધારે તાલીમ સત્રોનું આયોજન કર્યું હતું અને એમાં 4,100 કામદારો સામેલ થયા હતા તેમજ સમુદાયમાં 8,600થી વધારે જાણકારી આપતા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 જિલ્લા વહીવટીતંત્રે કોરોના વોરિયર્સનું સ્ક્રીનિંગ કરવા છેલ્લાં બે વર્ષથી વધારે સમયથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (IRCS) સાથે જોડાણમાં ચાલતાં મર્સ્કનાં મોબાઇલ હેલ્થ યુનિટ (MHU)નો ઉપયોગ કર્યો હતો. એમાં મોખરે રહીને ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ (આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને યુટિલિટી કંપનીઓના કર્મચારીઓ) સામેલ હતા, જેમણે આવશ્યક ચીજવસ્તુઓ અને સેવા પૂરી પાડવામાં આગળ પડતી ભૂમિકા ભજવી છે. કોરોનાના કટોકટીના ગાળા દરમિયાન પૂરી પાડવામાં આવેલી સેવાઓમાં સેનિટાઇઝેશન કિટનું વિતરણ અને અતિ વંચિત વર્ગોને અનાજની કિટનું વિતરણ સામેલ હતું.

 મર્સ્કના રિસ્પોન્સિબલ શિપ રિસાઇકલિંગના હેડ પ્રશાંત વિજે કહ્યું હતું કે, અમારા એંગેજમેન્ટ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ અલંગના કામદારો માટે હેલ્થકેર સેવાઓની સુલભતા વધારવાની સાથે ઉચિત સારવાર મેળવવા સક્રિય થવા તેમની વચ્ચે જાગૃતિ વધારીને તેમને પ્રેરિત કરવાનો અને સક્ષમ બનાવવાનો હતો. ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને શિપ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડિયા)ના સાથસહકાર સાથે અમે વિવિધ પ્રોજેક્ટનો અમલ સાતત્યપૂર્ણ રીતે કરી શક્યાં છીએ.

 છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન અલંગના શિપ રિસાઇકલિંગ ઉદ્યોગનો વિસ્તૃત વિકાસ કરવા મર્સ્ક પ્રતિબદ્ધ છે. મજૂરોની જરૂરિયાત ધરાવતા ઉદ્યોગની જરૂરિયાતોને સમજવા વિસ્તૃત આકલન અભ્યાસથી 10,000થી વધારે કામદારોને સીધી રોજગારી મળી છે, જેમાં આ સમુદાય માટે મુખ્ય પ્રાથમિકતા તરીકે આરોગ્ય હોવાનું બહાર આવ્યું છે. આ અભ્યાસના તારણોને આધારે મર્સ્કે મે, 2018માં મોબાઇલ હેલ્થ યુનિટ (MHU)પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

આ પ્રોજેક્ટ હેઠળ લાયકાત ધરાવતા અને તાલીમબદ્ધ સ્ટાફ કામદારોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. MHUએ અલંગમાં શિપ રિસાઇકલિંગ યાર્ડમાં કામદારોને 36,000થી વધારે પૂરક મેડિકલ સેવાઓ પૂરી પાડી છે.MHUની પ્રાથમિક નિદાન સુવિધા કામદારોને વિવિધ રોગોનું સમયસર નિદાન કરવામાં મદદરૂપ થાય છે. રોગનિવારણ માટેની ચકાસણી અને જાગૃતિ લાવવાના માટેના અભિયાનો હાથ ધરવામાં આવ્યાં છે, જેમાં લેબોરેટરી ટેસ્ટ, એક્સ-રે અને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ્સ (ECG) સામેલ છે. MHU તમામ કામદારોને નિયમિતપણે નિઃશુલ્ક દવા પ્રદાન કરે છે, જેમાં હાયપરટેન્શન, ડાયાબીટિસ વગેરે જેવા લાંબા ગાળાના રોગોની દવાઓ સામેલ છે.

 મર્સ્ક સાઉથ એશિયાની સીએસઆર કમિટીના ચેરમેન અને પબ્લિક અફેર્સના સીનિયર ડાયરેક્ટર્સ જુલિયાન બેવિસે કહ્યું હતું કે, મર્સ્ક ભારત પ્રત્યે લાંબા ગાળાની પ્રતિબદ્ધતા ધરાવે છે અને આ પ્રતિબદ્ધતાના ભાગરૂપે અમે અમારી કામગીરીઓમાં અમ્ને સાથસહકાર આપતા સમુદાયોને પણ મદદ કરીએ છીએ. અમે અંલગમાં એ સુનિશ્ચિત કરવા રોકાણ કર્યું છે કે, કામદારોને ગુણવત્તાયુક્ત હેલ્થકેર સેવાઓ પ્રાપ્ત થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.