ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં અનામત જગ્યાઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ
પાટણની શેઠ વી.કે.ભુલા હાઇસ્કુલ ખાતેથી પ્રવેશ ફોર્મ મેળવી તા. ૪ જુલાઇ સુધી જમા કરાવવાના રહેશે
જુન-૨૦૨૦ થી શરૂ થતા નવા શૈક્ષણીક સત્ર માટે ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા બાદ શેઠ કી.એમ. હાઇસ્કુલ ખાતે યોજાશે કેમ્પ
માહિતી બ્યુરો, પાટણ: જુન-૨૦૨૦ થી શરૂ થતા નવા શૈક્ષણીક સત્રમાં ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં અનામત જગ્યાઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પાટણની શેઠ વી.કે.ભુલા હાઇસ્કુલ ખાતે આજથી આગામી તા. ૨ જુલાઇ સુધી ફોર્મ મેળવી શકાશે.
સબંધિત વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં અનામત જગ્યા ભરવા પ્રવેશ મેળવવા માટે શેઠ વી.કે.ભુલા હાઇસ્કુલ ખાતેથી ફોર્મ વિતરણ બાદ ભરેલ પ્રવેશ ફોર્મ પણ સ્વીકારવામાં આવશે. પ્રવેશ માટે ભરેલ ફોર્મ આગામી તા. ૪ જુલાઇ સુધી સ્વીકારવામાં આવશે. પ્રવેશ ફોર્મ વિતરણ તથા ભરેલ ફોર્મ જમા કરાવવા સવારના ૭.૩૦ કલાકથી ૧૨.૩૦ કલાક સુધી શેઠ વી.કે.ભુલા હાલસ્કુલનો સંપર્ક કરવો.
પ્રવેશ ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા બાદ પાટણની શેઠ બી.એમ.હાઇસ્કુલ ખાતે તા. ૮ જુલાઇના રોજ સવારે ૧૧.૦૦ થી સાંજના ૫.૦૦ કલાક સુધી કેમ્પ યોજવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ અથવા તેમના વાલીઓએ હાજર રહેવું. અનામત વર્ગના વિદ્યાર્થીઓને ફાળવેલ શાળામાં તા. ૮ જુલાઇ થી તા. ૧૫ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ફી ભરવાની રહેશે.
ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહના પ્રવેશ માટેની યાદી તૈયાર કરતી વખતે મુખ્ય પાંચ વિષય તેમજ ત્રણ વિષય બંનેમાંથી વધુ મેળવેલ ગુણને ધ્યાનમાં લઇ પ્રવેશ યાદી બનાવવામાં આવશે. અનામત ઉમેદવારો બિનઅનામત જગ્યા પર ફોર્મ ભરી શકશે.