Western Times News

Gujarati News

ભારતના લોકતંત્રની રક્ષા કરનાર તમામને મારા નમન : મોદી

નવીદિલ્હી: દેશમાં ઇમરજન્સીના ૪૫ વર્ષ પૂરા થવા પર ભાજપે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. આ બધાની વચ્ચે પીએમ મોદીએ પણ ઇમરજન્સી દરમ્યાન યાતનાઓ સહન કરનાર વીરોને યાદ કર્યા છે. તેમણે કહ્યું કે એવા વીરોનું ત્યાગ દેશ પણ કયારેય નહીં ભૂલી શકશે. આપને જણાવી દઇએ કે ગૃહમંત્રી અમિત શાહે ઇમરજન્સી વરસી પર કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ત્યાં હજુ પણ લોકતંત્ર નથી. તો ભાજપ નેતા રવિશંકર પ્રસાદે તેમને ક્રૂર દિવસ તરીકે યાદ કર્યો છે.

પીએમે ટ્‌વીટ કરીને કહ્યું કે આજથી ઠીક ૪૫ વર્ષ પહેલાં દેશ પર ઇમરજન્સી થોપવામાં આવી હતી. એ સમયે ભારતના લોકતંત્રની રક્ષા માટે જે લોકોએ સંઘર્ષ કર્યો, યાતનાઓ વેઠી, એ બધાને મારા શત-શત નમન! તેમનો ત્યાગ અને બલિદાન દેશ કયારેય ભૂલશો નહીં.

પીએમે પોતાની ટ્‌વીટની સાથે મન કી બાતનો એક ઓડિયો પણ રજૂ કર્યો છે. તેમાં પીએમે કહ્યું કે ઇમરજન્સી દરમ્યાન લોકોના મનમાં ગુમાવેલા લોકતંત્રની છટપટાહટ દેખાય રહી હતી. સામાન્ય અધિકારની શું મજા છે એ તો ત્યારે ખબર પડી કે જ્યારે કોઇ તમારો લોકતાંત્રિક અધિકાર છીનવી લે છે. ભાજપના ચીફ નડ્ડાએ પણ એક ટ્‌વીટ કરીને ઇમરજન્સી દરમ્યાન ભીષણ યાતનાઓને યાદ કરી હતી. તો શાહે પણ કહ્યું કે કોંગ્રેસમાં અત્યાર સુધી ઇમરજન્સી જ વિચારસરણી છે. તેમણે કહ્યું કે ૪૫ વર્ષ પહેલા એક પરિવારે સત્તાની લાલચમાં દેશમાં ઇમરજન્સી લગાવી દીધી. કોંગ્રેસના નેતા હતાશ થઇ રહ્યા છે.

દેશમાં લોકતંત્ર છે પરંતુ કોંગ્રેસમાં લોકતંત્ર નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ ર્વકિંગ કમિટીની બેઠકમાં કેટલાંક નેતાઓએ આ મુદ્દો ઉઠાવ્યો તો લોકો બૂમો પાડવા લાગ્યા. એક પાર્ટી પ્રવક્તાને સમજ્યા વિચાર્યા વગર સસ્પેન્ડ કરી દીધા. આપને જણાવી દઇએ કે થોડાંક દિવસ પહેલાં જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રવકતા સંજય ઝાને એક લેખના લીધે પ્રવક્તા પદ પરથી હટાવી દીધા હતા. ભાજપે પોતાના ટિ્‌વટર હેન્ડલ પરથી કેટલીય ટ્‌વીટ કરી ઇમરજન્સી દરમ્યાન કરાયેલ પોલીસની નિર્દયતા અંગે જણાવ્યું છે. આપને જણાવી દઇએ કે ૨૫મી જૂન ૧૯૭૫થી ૨૧ માર્ચ ૧૯૭૭ સુધી દેશમાં ૨૧ મહિના માટે ઇમરજન્સી લગાવી દીધી હતી.

તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદે એ સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના કહેવા પર ભારતીય સંવિધાનની કલમ ૩૫૨ના આધીન ઇમરજન્સીની જાહેરાત કરી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.