Western Times News

Gujarati News

માલપુર : ઉભારણના તળાવમાં ભુમાફિયાઓએ બેફામ માટીનું ખનન કરતાં ગામના રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળવાની દહેશતથી લોકોમાં ફફડાટ 

અરવલ્લી જીલ્લામાં લોકડાઉનનો ફાયદો ઉઠાવી ભુમાફિયાએ અનેક તળાવો, ગૌચર અને સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનન અને વહન  મોટા પ્રમાણમાં થયું હોવાની બૂમો ઉઠી રહી છે જીલ્લામાં ખનીજ માફિયાઓ ખાણ ખનીજ તંત્રની મીઠી નજર હેઠળ બેફામ બની ખનન કરી કુદરતી સંપત્તિને લૂંટી રહ્યા હોવાના ઘણા બનાવો અગાઉ પણ બન્યા છે. જીલ્લા ખાણ ખનીજ તંત્રના કેટલાક કર્મીઓની કામગીરીના પગલે કેટલાક ખનન માફિયાઓ કોઈ પણ પ્રકારની મંજૂરી કે લીઝ વગર મનફાવે ત્યાં ધાપ બોલાવી ખનીજ ચોરી કરી દેતા હોય છે.

ખનીજ તંત્રના દરોડામાં પણ તોડ ન થાય તો જ કાયદાકીય અને દંડની કાર્યવાહી થતી હોવાનું પ્રકૃતિ પ્રેમીઓએ જણાવી રહ્યા છે ત્યારે માલપુર તાલુકાના ઉભરાણના તળાવમાં ભુ માફિયાઓએ છેલ્લા બે મહીનાથી ગેરકાયદેસર ખનન કરી કરોડો રૂપિયાની માટી ચોરી કરી લાખ્ખો રૂપિયાનો સરકારી તિજોરીને ચૂનો લગાવવાની સાથે તળાવ નજીક આવેલા રહેણાંક વિસ્તારોમાં પાણી ઘુસી જવાની દહેશત પેદા થતા લોકો ફફડી ઉઠ્યા છે ભુમાફિયાઓની દાદાગીરી સામે ગામ લોકો લાચારી અનુભવી રહ્યા છે જીલ્લા કલેક્ટર સમગ્ર મામલે તટસ્થ તપાસ કરાવી તળાવમાંથી માટી ક્યાં ઘર કરી ગઈ તપાસ કરી ભૂમાફિયાઓ સામે દંડનીય કાર્યવાહી કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે જીલ્લા ખાણખનીજ અધિકારી રવિ મિસ્ત્રીએ તપાસ ચાલુ હોવાનુ જણાવ્યું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉભારણ ગામના તળાવમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂમાફિયાઓ નો ડોરો ઠરતાં તળાવમાંથી ગેરકાયદેસર રાત્રીના સુમારે જેસીબી મશીનથી ખોદી નાખી ડમ્પરો અને ટ્રેક્ટર મારફતે તળાવમાંથી   તળાવમાં ૪૦ થી ૬૦ ફૂટ ઉંડાઉં માટી ઉલેચવાનું ચાલુ રાખતાતળાવથી માત્ર ૧૦૦ મીટર દૂર આવેલા ભોઈવાડા,વણકર,ચમાર,રાવળ, હરિજન ફળીયા અને વાવ બજારમાં પાણી ફૂટી નીકળવાની દહેશત પેદા થતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે તળાવની નજીક આવેલ સ્મશાનમાં મૃતદેહ દફનાવેલ જગ્યામાંથી પણ માટીનું ખનન કરતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

સમગ્ર ઘટનાથી વહીવટી તંત્ર અજાણ રહેતા લોકોમાં અનેક ચર્ચાઓ ઉઠી રહી છે ખાણખનીજ વિભાગ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યું હોય તેમ ખનીજ માફિયાઓને છુટ્ટો દોર મળી ગયો છે બેફામ બનેલા ખનીજ માફિયાઓ મનફાવે ત્યાંથી ખનીજનું ખનન કરી રહ્યા છે

ઉભારણ તળાવમાંથી ભૂમાફિયાઓ કરોડો રૂપિયાનું માટીનું ખનન કરી ગેરકાયદેસર વેપલો કરી સરકારી તિજોરીને લાખ્ખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની બૂમો ઉઠી છે ત્યારે જીલ્લા ખાણખનીજ તંત્રે તળાવમાંથી માટીનું ખનન થયું છે કે નહિ તે માટે સર્વે કરવા ટિમ મોકલી આપવામાં આવી હોવાનું ખાણખનીજ અધિકારી રવિ મિસ્ત્રીએ ટેલિફોનિક પુછપરછ માં જણાવ્યું હતું

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.