Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોના સામેની લડાઈમાં MBBS ફાઈનલ યરના ૨૮૦૦ વિદ્યાર્થી ઈન્ટર્ન જોડાશે

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ૨૯,૦૦૦ને વટાવી જતા રાજ્ય સરકારે સ્મ્મ્જીના અંતિમ વર્ષના ૨,૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને ઇન્ટર્નને આરોગ્ય વિભાગ સાથે ગોઠવવાની નવી વ્યૂહરચના બનાવી છે કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યામાં ગુજરાત ટોચના ત્રણ રાજ્યોમાં શામેલ હોવાથી રાજ્યને કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે ફ્રન્ટલાઈન મેડિકલ ટીમોની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ‘અમે આશરે ૨૮૦૦ અંતિમ વર્ષના એમબીબીએસ વિદ્યાર્થીઓ માટે પ્રાદેશિક તાલીમ શરૂ કરી છે, જેમને કોવિડ -૧૯ દર્દીઓની સારવાર માટે ગોઠવવામાં આવશે. આવતા અઠવાડિયા સુધીમાં તેઓને જુદા જુદા પ્રદેશોમાં ફરજ સોંપવામાં આવશે. રાજ્ય સરકારનો નિર્ણય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના તાજેતરના માર્ગદર્શિકાની અનુરૂપ છે જે કોવિડ -૧૯ કટોકટીથી નિવારવા માટે ઇન્ટર્ન અને અંતિમ વર્ષના મેડિકોની સેવાઓને મંજૂરી આપે છે.

મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ની સાથે બોર્ડ ઓફ ગવર્નર્સની ભલામણના આધારે મિનિસ્ટ્રીની ગાઈડલાઈન્સ સૂચવે છે કે, ઈન્ટર્ન પ્રોવિઝનલી રજિસ્ટર કરાયેલા ડોકટરો છે. તેઓ કોવિડ-૧૯ કેસોના ક્લિનિકલ મેનેજમેન્ટમાં કોવિડ આરોગ્યની ફેકલ્ટીઝની દેખરેખ હેઠળ તાલીમ આપી શકે છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ની સાથે બોર્ડ ઓફ ગવર્નર્સ (ર્મ્ય્)એ એમ પણ સૂચવ્યું છે કે, અંતિમ વર્ષના એમબીબીએસ વિદ્યાર્થીઓને કોવિડ આરોગ્ય સુવિધાઓમાં તેમની ફેકલ્ટીઓની દેખરેખ હેઠળ થિયેરી અને પેક્ટિસમાં કોવિડ -૧૯ મેનેજમેન્ટ વિશે પણ શીખવવામાં આવી શકે છે, પરંતુ તેમને કોઈ ક્લિનિકલ ફરજો સોંપી શકાતી નથી.

મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સાથે બોર્ડ ઓફ ગવર્નર્સ (ર્મ્ય્)એ ડેટા કમ્પાઈલ કર્યો છે. જે મુજબ બે લાખ યોગ્ય ક્વોલિફાઇડ અને પ્રશિક્ષિત ડોકટરો પહેલેથી જ ઉપલબ્ધ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પણ કોવિડ -૧૯ દર્દીઓ માટે અંતિમ વર્ષના ર્નસિંગ અને ફિઝીયોથેરાપી વિદ્યાર્થીઓ માટેની સેવાઓનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે.

આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલની આગેવાની હેઠળની એક કેન્દ્રિય ટીમ ૨૬ જૂનથી ૨૯ જૂન દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાની મુલાકાતે છે. આ ટીમ રાજ્ય સરકારના અધિકારીઓ સાથે વાતચીત કરશે અને સંચાલન માટે ચાલુ પ્રયાસોને મજબૂત કરવા તેમની સાથે સંકલન કરશે. ગુરુવારે દેશમાં કોરોનાના ૧૬૦૦૦થી વધુ કેસ નોંધાતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નવા રેકોર્ડબ્રેક કેસ નોંધાતા દેશમાં કુલ કેસોની સંખ્યા ૪.૭૩ લાખ પર પહોંચી ગયો હતો અને મૃત્યુઆંકમાં ૪૧૮નો ઉછાળો થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.