સુરતથી સીરીયલ કીલરને ( પાંચ મર્ડર ) પકડી પાડતી ATS
નડીયાદ, દિપન ભદ્રન , પોલીસ અધિક્ષક , એ.ટી.એસ. નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સી.આર.જાદવ પોલીસ ઇન્સ્પેકટર તથા આર.કે.રાજપુત પોલીસ ઇન્સ્પેકટર નાઓને બાતમી મળેલ કે , ખુનના પાંચ ગુના સહીત અસંખ્ય ગુનામાં વોન્ટેડ આરોપી અસ્લમ ઉર્ફે અમેન અબ્દુલ કરીમભાઇ શેખ રહે . મદીના મજીદ પાસે બાલાસિનોર વાળો છેલ્લા અગીયાર વર્ષથી પોતાની ઓળખ છુપાવી લાલાભાઇ કમલેશભાઇ પટેલના ખોટા નામે સુરતમાં વેસુ વિસ્તારમાં પોતાની પત્ની તથા બાળકો સાથે રહે છે . જે આધારે એ.ટી.એસ.ની ટીમે ત્યાં સુરતમાં ત્રણ દિવસ વર્કઆઉટ કરી અસ્લમ ઉર્ફે લાલાભાઇને ઓળખી ત્યાંથી પકડી એ ટી.એસ , કચેરી ખાતે લાવૈલ છે ,
ઉપરોક્ત આરોપીની એમ , ઓ . એવી છે કે , તે પોતાના સાગરીતો સાથે મધ્ય ગુજરાત ( મહીસાગર , વડોદરા , પંચમહાલ વિ . જિલ્લાઓ ) માં રાત્રીના સમયે ટ્રેક્ટર રેતી કથ્વીના ફેરા એકલ દોકલ વ્યક્તિ મારતી હોય તેને પકડી તેના હાથ પગ બાંધી નદી , કેનાલમાં ફેંકી દેતા અને ટ્રેક્ટર તથા ટ્રોલી નજીવી કિંમતમાં વેચી દેતા . આ અસ્લમ અને તેના સાગરીતોએ નીચે મુજબના ખુન સને -૨૦૦૮ થી ૨૦૧૧ સુધીમાં કરેલ છે .
( ૧ ) કોઠંબા ગામ પાસે ટ્રોલી સહીત ટ્રેકટર ચાલક તથા કંડક્ટરને રોકી તેઓને ઢોર માર મારી હાથ પગ બાંધી પુલ ઉપરથી નદીમાં ફેંકી દઇ ડબલ મર્ડર કરેલ . ( ૨ ) દહેગામ પાસે ઘાસ પુળા ભરેલ ટ્રેક્ટરના ડ્રાઇવર સાથે ઝગડો કરી ટ્રેક્ટર તથા ટ્રોલી લુંટી લઇ ડ્રાઇવરને માર મારી હાથ પગ બાંધી દઇ દહેગામ કેનાલમાં ફેંકી દઇ ટ્રેક્ટર તથા ટ્રોલી લઇ ભાગી ગયેલ ..( ૩ ) શામળાજી હાઇવે પર મોડાસા નજીક મહીન્દા કંપનીના નવા જ પાંય ટ્રેક્ટર ભરીને જઇ રહેલા ટ્રેલર ચાલકને રોકેલ . જેને માર મારી હાથ પગ બાંધી દઇ બોલેરો ગાડીમાં અપહરણ કરી હાલોલ કાલોલ કેનાલ પર લઇ જઇ ડ્રાઈવરને હાથ પગ બાંધી કેનાલમાં ફેંકી દીધેલ ,
( ૪ ) છોટા ઉદેપુર ખાતે ટ્રેક્ટર લઇને જઇ રહેલા ડ્રાઇવરને રોકી હાથ પગ બોધ સુમો ગાડીમાં અપહરણ કરી લઇ જઇ આણંદ પાસે કેનાલમાં ફેંકી દીધેલ અને ટ્રેક્ટર હિંમતનગર ખાતે વેચી દીધેલ , આમ કુલ -૫ વ્યક્તિઓને અલગ – અલગ જગ્યાએ હાથ પગ બાંધી કેનાલમાં ફેંકી દઇ મર્ડર કરેલ છે .મજકુર આરોપીએ તેની ગેંગ સાથે કુલ -૧૦ ટ્રેક્ટર , ૧૨ – ટ્રોલી તથા એક મોટર સાયકલની ચોરી લેટ કરેલ છે , અન્ય જગ્યાઓએ રોડ ઉપર ડ્રાઇવર સાથે કારણ વગર ઝગડા કરી ડ્રાઇવરને માર મારી ટ્રેકટર ટ્રોલીની લુટ કરેલ છે
અને મારા મારી તથા આર્મ્સના ગુનામાં પણ સંડોવાયેલ છે , આરોપી અસ્લમ સુખી કુટુંબમાંથી આવે છે . બાલાસિનોર દેવયૌકડી પર તેના પિતા કરીમભાઇને પેટ્રોલ પમ્પ તથા ફાટ્રિક ટ્રેક્ટરની એજન્સી હતી અને એકનો એક પુત્ર છે , જે સામાન્ય રપ 30 હજારની રકમની લુંટ માટે ખુન કરતા પણ અચકાતો નથી .
શામળાજી હાઇવે પર મોડાસા પાસે ટ્રેક્ટર ડ્રાઇવરના ખુનના ગુનામાં સહ આરોપીઓ પકડાઈ જતા અસ્લમ પકડાઇ જવાની બીકે અજમેર ભાગી ગયેલ અને સાતેક દિવસ બાદ ગોવા ભાગી ગયેલ જયાં હોટલમાં નોકરી ચઢી ગયેલ .જ્યાં થોડાક મહીના નોકરી કર્યા બાદ સુરત રેલ્વે સ્ટેશન ખાતે આવેલ અને યુ.પી. બિહારના મજુરો સાથે વાતચીત કરી નોકરીની જરૂરી જણાવી હજીરા ખાતે એક કંપનીમાં કન્સ્ટ્રક્શનમાં પોતાની ઓળખ લાલાભાઇ કમલેશભાઇ પટેલ આપી એક વર્ષ લેબર વર્કરની નોકરી કરેલ .
ત્યારબાદ સુરતની જુદી જુદી હોસ્પિટલોમાં or સ્ટાફ તથા એક્ષ – રે ટેકનીશીયન તરીકે છેલ્લા નવેક વર્ષથી કામ કરતો હતો . આરોપી છેલ્લા દોઢ વર્ષથી રાંદેર રોડ ખાતે આવેલ શેલ્બી હેસ્પિટલમાં or સ્ટાફ તરીકે નોકરી કરે છે . આ અસ્લમ જ્યારે આસુતોષ હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે નોકરી કરતો હતો ત્યારે આજ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીને પોતાનું નામ લાલાભાઇ , પિતાનું નામ- કમલેશભાઈ તથા માતાનું નામ- રમીલાબેન તરીકે ખોટા નામો આપી યુવતી સાથે પ્રેમ લગ્ન કરેલ છે અને હાલ આ લગ્નથી તેને ત્રણ બાળકો છે અને આ યુવતીને હજી સુધી એ ખબર નથી કે તેનો પતિ મુસ્લિમ છે .
અસ્લમ પોતાની જુની ઓળખ છુપાવી પોતે પકડાઇ ન જાય તે માટે એક અલગ જ ઓળખ બનાવી સુરત ખાતે વેશ પોશ વિસ્તારમાં રહેતો હતો . જેને એ ટી.એસ. એ છેલ્લા ત્રણ માસના ટેકનિકલ વર્ક આઉટ આધારે ખોટી ઓળખ ઉભી કરીને પોતે કયારેય નહીં પકડાય તેવા ઇરાદા સાથે છુપી રીતે રહેતો હતો . આર.કે.રાજપુત પોલીસ ઇન્સપેકટરની બાતમી આધારે સી.આર.જાદવ પોલીસ ઇન્સ્પેકટર તથા કે.એમ.ભુવા પો.સ.ઈ , કે.એસ. પટેલ , પો.સ.ઇ , ડી.વી.રાઠોડ , પો.સ.ઇ. નાઓએ વોન્ટેડ આરોપી અસ્લમ શખની સુરત ખાતેથી ધરપકડ કરેલ છે (.તસવીર સાજીદ સૈયદ નડિયાદ)