Western Times News

Gujarati News

વિસનગરના દિવ્યાંગ બહેનને પોતાનો પરિવારને 10 વર્ષે મળ્યા

દિલીપ પુરોહિત. બાયડ

જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત આશ્રમને ફરી એક સફળતા મળી છે.  ગોઠવા, વિસનગરના દિવ્યાંગ બહેન (જયાબેન) ગાયત્રીબેનને પોતાના પરિવાર સાથે મિલન કરાવવામા સફળતા મળી.  ટ્રસ્ટના ઉસ્તાહી ભાઈઓ ધનસુરાના દર્શન પંચાલ અને મોડાસાના સચિનભાઈ મહારાજ, પ્રમુખ  અશોકભાઈ જૈનના પ્રયત્નને કારણે એક બહેનને પોતાનો પરિવાર મળ્યો.

આશ્રમ ખાતે જયાબેનને ૧૮૧ મહિલા અભયમ દ્વારા લાવવામાં આવેલા, જેઓને આશ્રમના સેવાસાથી કર્મચારીના પ્રેમ, હૂંફ અને લાગણી ની સારવાર મળતા ટૂંક સમય માં માનસિક રીતે સવસ્થ થઈ ગયા અને તમને તેમના વતનની યાદ આવતા સરનામું પણ આપી શક્યા હતા.

આજે લગભગ 10 (દસ) વર્ષ પછીના મિલન થી તેમના સમગ્ર પરિવાર ની આંખો અશ્રુભીની થયી અને એ ગરીબ પરિવારે આશ્રમ ની સેવા બદલ લાખ લાખ આશીર્વાદ આપ્યા. દર્શનભાઈ પંચાલ ,સચિનભાઈ મહારાજ, પ્રમુખ  અશોકભાઈ જૈનના પ્રયત્નને કારણે એક બહેનને પોતાનો પરિવાર મળ્યો. આશ્રમને આ 101 મી સફળતા મળી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.