અરવલ્લી : કોંગ્રેસે ચીન સામે શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી, બેનરો સાથે ચીનને પાઠ ભણાવવા માંગ
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા હાલમાં જ ચીન સરહદે ગલવાન ઘાટી ખાતે ચીની સેનાએ ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી ભૂમિ પર કબ્જો કર્યો છે. ચીની સૈનિકોનો બહાદુરીથી સામનો કરતાં કરતાં કમાન્ડર બી. સંતોષબાબુ અને ૧૬- બિહાર રેજીમેન્ટના ૨૦ જાંબાઝ જવાનો શહીદ થયા છે. આ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં અરવલ્લી જીલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્વારા સૌ પ્રથમ બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું. ત્યારબાદ મીણબત્તી પ્રગટાવી અને પુષ્પ અર્પણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો
મોડાસા શહેરમાં યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પછી કોંગ્રેસના ધારાસભ્યો, અગ્રણીઓ અને કાર્યકરોએ ચીને કરેલ હુમલાને વખોડી કાઢ્યો હતો ભારત દેશના સત્તા પર બેઠેલા ભારતીય જનતા પાર્ટીના શાસકો સાથે હોવાની અને ઇટનો જવાબ પથ્થરથી આપી આપણા દેશની સંપ્રભુતા અને એકતા તેમજ આપણી તાકાતનો પરચો બતાવવો જોઈએ. આપણી એક ઇંચ પણ જમીન વિદેશી પાસે ન જાય તેની કાળજી લેવી જોઈએ. જ્યારે જ્યારે આ પ્રકારની કોઇપણ કૃત્ય ભૂતકાળમાં કોંગ્રેસ સરકારમાં કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસ સરકાર દ્વારા ઇટનો જવાબ પથ્થરથી આપ્યો હોવાનું જણાવ્યું હતું