Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશનની ઘોર બેદરકારી અમદાવાદના નાગરિકોને રામ ભરોસે છોડી દીધા

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાં કોરોનાના કેસો અચાનક વધતા ચિંતિત થયેલ કેન્દ્ર સરકારે કેન્દ્રીય આરોગ્ય વિભાગના ચુનંદા તજજ્ઞોની એક ટીમ જાઈન્ટ સેક્રેટરી અગ્રવાલની આગેવાની હેઠળ મોકલી હતી. આ ટીમે શહેરના જુદા જુદા વિસ્તારો, હોસ્પિટલોની  મુલાકાત લેતા તેઓ અનલોક-૧ અંતર્ગત અપાયેલી આડેધડ છૂટછાટ અને પરિણામે કોરોનાના કેસો વધવાની સ્થિતિ  જાઈને સ્તબ્ધ થઈ ગયા હતા.

માત્ર ઉદ્યોગ- ધંધાને ફરીથી ધમધમતા કરવા માટે લોકોની જીંદગી જાખમમાં મૂકાઈ રહયાની પ્રતિતિ કેન્દ્રીય ટીમને થતા તેમણે કોર્પોરેશનના અધિકારીઓને આડે હાથ લીધા હતા. કેન્દ્રીય ટીમના અમુક પ્રશ્નોનો જવાબ અધિકારીઓ પાસે નહતો જેને લઈને કેન્દ્રીય ટીમના અધિકારીઓ અચંબામાં મુકાઈ ગયા હતા. અનલોક-૧માં છૂટછાટો તો આપી પરંતુ સરકારની ગાઈડલાઈનનું અમલ થાય છે કે નહી ??

તે જાવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય છે પરંતુ આ જવાબદારીમાંથી પણ તેઓ છટકી રહયાની લાગણી કેન્દ્રીય ટીમે અનુભવી હતી કન્ટેન્ટમેન્ટ અને માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારો કે જયાં કોરોનાની Âસ્થતિ ચિંતાજનક હતી ત્યાં પણ તંત્ર યોગ્ય કામ કરતુ ન હતુ તે જણાઈ આવ્યું હતું.

બે મહિનાના લોકડાઉન પછી અનલોક-૧ની શરૂઆત થઈ હતી જેમાં કેન્દ્ર અને રાજય સરકારના માર્ગદર્શન હેઠળ ધંધા-વ્યાપાર- તથા રોજગાર, નોકરીઓના કામના સ્થળ ુખુલ્લા મુકાય તો અર્થતંત્રની ગાડી પાટે ચઢે તેને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાયા હતા.
પરંતુ અર્થતંત્ર ચેતનવંતુ થાય તેની લ્હાયમાં લોકોની જીંદગીની વાત જાણે કે બાજુએ મુકાઈ ગઈ હતી સરકારની ગાઈડલાઈનનું પાલન કરાવવાની જવાબદારી રાજય સરકાર અને તેના હેઠળ કામ કરતી સંસ્થાઓ- એજન્સીઓનું આવે છે પરંતુ કોર્પોરેશને જાણે કે આ અંગેની કામગીરી જાણે કે બંધ કરી દીધી હોય તેવુ ચિત્ર કેન્દ્રીય ટીમ સમક્ષ જાણે- અજાણ્યે રજૂ થઈ ગયુ હતું. અમુક સ્થળોએ તો એમ્બ્યુલન્સો ગોઠવી દેવાની વાત સપાટી પર આવી જતા અધિકારીઓ નારાજ થયા હતા.

કેન્દ્રીય આરોગ્યની ટીમના સભ્યો દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્યમંત્રી સમક્ષ તેમનો અહેવાલ રજૂ કરશે. તેમાં તેમણે જાયેલ પરિસ્થિતિનો  ચિતાર વિગતપૂર્ણ હશે તે નિશ્ચિત મનાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધ્યા છે, જાકે પાછલા બે-ત્રણ દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસ ઘટયા છે પણ તેમાં હરખાવાની જરૂર નથી કારણ કે એવા આક્ષેપો થઈ રહયા છે કે કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટી ગઈ છે.

દરમિયાનમાં અમદાવાદના જુદા-જુદા વિસ્તારોની મુલાકાતે આવેલી કેન્દ્રીય ટીમે કંઈક જુદુ ચિત્ર જાયુ હતુ અનલોક-૧માં શહેરમાં જુદા-જુદા સ્થાનો પર કોઈ કામગીરી નજરે પડી ન હતી જે આડેધડ છૂટછાટો અપાઈ છે તેને લઈને ટીમના અધિકારીઓ વિચારમાં પડી ગયા હતા. ખાસતો સરકારની ગાઈડલાઈનનો અમલ કરાવવામાં થઈ રહેલી ઢીલાશથી અધિકારીઓ ફિકરમાં મૂકાયા હતા. જુદા-જુદા મુદ્દે તેમણે કોર્પોરેશનના અધિકારીઓને ખખડાવ્યા હતા અમદાવાદમાં જાણે કે માનવીની જીંદગીની કોઈ કિંમત ન હોય ??

તેવી પ્રતિતિ અધિકારીઓને થઈ હતી કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતમાં ત્રણ વખત આવી ગઈ છે. હવે તેઓ સુરત જવાના છે. જાકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોનાના કેસ વધતાની સાથે જ કામગીરીની શરૂઆત કરી દીધી હતી. તાજેતરમાં જ રત્નકલાકારો તથા ટેક્સટાઈલના કારખાનાઓમાં કામદારોને કોરોના થતા જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને તાબડતોડ મીટીંગ બોલાવી હતી અને કોરોના અટકાવવાના પગલા લીધા હતા.

ઘરે-ઘરે જઈને રત્ન કલાકારોનું કારીગરોનું ચેકીંગ કરાયુ હતુ તેની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામગીરીમાં ઉણુ ઉતર્યુ છે. સાવ એવુ નથી કે કોર્પોરેશને કામગીરી કરી નથી શરૂઆતના તબક્કામાં પૂરઝડપે ચાલતી કામગીરીમાં જાણે કે ઓટ આવી ગઈ હોય તેમ જણાઈ રહયુ છે. અર્થતંત્ર ચેતનવંતુ બને તે માટે રાજય સરકારની કામગીરી અભિનંદનને પાત્ર છે. પરંતુ ધંધા- વ્યવસાયની સાથે લોકોની જીંદગી પણ એટલી જ કિંમતી છે તેથી સરકારની ગાઈડલાઈનનું કડકપણે પાલન કરાવવાની જવાબદારી પણ તંત્રની છે તે ભૂલવુ જાઈએ નહીં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.