આલિયા ભટ્ટે સડક-૨નું પોસ્ટર શેર કર્યું અને નેટિઝન્સ દ્વારા થઈ ટ્રોલ
મુંબઈ: મહેશ ભટ્ટે તેમની ડિરેક્ટોરિયલ કમબેક સડક-૨ ફિલ્મનું પહેલું ટીઝર પોસ્ટર રીલિઝ કર્યું. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટ અભિનય કરી રહ્યા છે. આ ફિલ્મૅ્્ પ્લેટફોર્મ ડિઝની હાટસ્ટાર પર રીલીઝ થવાની છે. આલિયા ભટ્ટે આ ફિલ્મનું પોસ્ટર ટિ્વટર પર શેર કર્યુ અને લોકોએ તરત જ તેને ટ્રોલ કરી હતી.
આ તરફ સુશાંત સિંહની આત્મહત્યા બાદ નેપોટિઝમની ચર્ચા અટકી નથી રહી ત્યારે આલિયાને નેટિઝન્સે ટાર્ગેટ કરી હતી. આલિયા ભટ્ટ અને કરણ જાહરનાં તો ફોલોઅર્સ પણ ઘટી ગયા છે.
આલિયા ભટ્ટની પોસ્ટને લઇને નેટિઝન્સે ખુબ ગુસ્સો અને ધિક્કાર વ્યક્ત કર્યો હતો. નેટિઝન્સે લખ્યું કે, મહેશ ભટ્ટને કારણે જ સુશાંત માનસિક રીતે અસ્થિર થયો હતો અને આપણે પણ સડક-૨નો બાયકોટ કરવો જાઈએ. એક સોશ્યલ મીડિયા યુઝરે તો એવી કોમેન્ટ કરી કે, “મહેશ ભટ્ટે તો ૨૬/૧૧ના હુમલાને ઇજીજીનું ષડયંત્ર ગણાવ્યું હતું અને તેના પોતાના દીકરાએ જ આતંકવાદીઓને આ જગ્યાઓ પારખવામાં મદદ કરી હતી. પોતાની દીકરી કરતા પણ નાની હોય તેવી યુવતી સાથે તેને સંબંધ છે અને તે બહુ નિમ્ન સ્તરની વ્યક્તિ છે, તે જેલમાં શા માટે નથી ?”
આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર તો પોતાની પોસ્ટ પર કરાતી લિમિટ્સ પર મર્યાદા મુકી દીધી હતી એટલે વધુ લોકોએ તેને ઈન્સ્ટાગ્રામ પર ટાર્ગેટ નહોતી કરી. અન્ય યુઝરે એવી ટિપ્પણી કરી કે, “તમે કોઈની જિંદગી પર પુર્ણવિરામ મુકો ત્યારે તમે તમારો પોતાનો અંત પણ જલદી જ લાવી દેશો. અમને કોઈ રસ નથી આમાં, ગેટ લોસ્ટ.” અમુક યુઝર્સે તો દિલ બેચારા અને સડક-૨માંથી કઈ ફિલ્મ જાવાનું પસંદ કરશો એવા પોલ્સ પણ મુક્યા હતા.
આલિયા સાથે આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર જાવા મળશે અને તે પ્રોડ્યૂસર સિદ્ધાર્થ રોય કપૂરનો નાનો ભાઈ છે અને તેણે જ્યારે આ ફિલ્મનું પોસ્ટર પોતાની પોસ્ટ તરીકે મુક્યું ત્યારે તેને પણ બહુ ટ્રોલ કરાયો. એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, “સોરી બ્રો, આમાં તો આલિયા ભટ્ટ એક્ટિંગ કરે છે અમે નહીં જાઈએ.” સડક-૨ સાથે મહેશ ભટ્ટ વીસ વર્ષ બાદ ફરી ફિલ્મ ડાયરેક્ટ કરી રહ્યા છે, જેને તેમના ભાઈ મુકેશ ભટ્ટે પ્રોડ્યૂસ કરી છે, અને તે ડિઝની હોટસ્ટાર પર પ્રિમીયર થવાની છે.