Western Times News

Gujarati News

સિવિલની કેન્સર અને કિડની ઈન્સ્ટીટયુટમાં કોરોનાની સારવાર બંધ

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ: દેશભરમાં ફેલાયેલા કોરોના મહામારીનો પ્રારંભમાં મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા નંબરનું મુખ્ય હોટસ્પોટ બની ગયું હતું અને આજે ગુજરાત ત્રીજા નંબરે છે ગુજરાતમાં સતત કોરોનાના કેસોની સંખ્યા ૬૦૦થી વધુ નોધાઈ રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે છેલ્લા કેટલાક દિવસથી કોર્પોરેશનના અધિકારીઓએ તેમની કામગીરી સિમીત કરી દીધી છે

જેના પગલે ટેસ્ટ કરાવવા ઉપરાંત કામગીરીમાં ઘટાડો કરવામાં આવ્યો છે આ કાર્યવાહીની કેન્દ્રીય આરોગ્ય ટીમે ગંભીર નોંધ લીધી હતી બીજી બાજુ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો જાવા મળી રહયો છે. અમદાવાદની સુપ્રસિદ્ધ સિવિલ હોસ્પિટલમાં  પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો જાવા મળતા આજે બેડ ખાલી જાવા મળી રહયા છે જેના પરિણામે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કેન્સર ઈન્સ્ટીટયુટ અને કિડની ઈન્સ્ટીટયુટમાં કોરોનાની સારવાર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે જેના પગલે હવે કેન્સર ઈન્સ્ટીટયુટમાં કેન્સરની અને કિડની ઈન્સ્ટીટયુટમાં કિડનીની સારવાર શરૂ કરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે દેશભરમાં ફેલાયેલા કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહયા હતા જેના પગલે અગાઉ પણ કેન્દ્રની ટીમ ગુજરાત આવી હતી જેના માર્ગદર્શન મુજબ દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ દર પણ ચિંતાજનક રીતે વધી ગયો હતો

આ દરમિયાનમાં અનલોક-૧ની જાહેરાત કરી દેવામાં આવી હતી અને તેમાં દુકાનો અને બજારો ખોલવાની મંજુરી અપાતા કોરોનાનો ચેપ લાગવાની શકયતા ખૂબ જ વધી ગઈ છે અનલોક-૧નો અમલ શરૂ થતાં જ ગુજરાતમાં રોજ ૬૦૦ જેટલા કેસો સરેરાશ નોંધાઈ રહયા છે ગુજરાતમાં અમદાવાદ મુખ્ય હોટસ્પોટ બની ગયું છે પરંતુ ગઈકાલે અમદાવાદ કરતા સુરતમાં કોરોનાના વધુ કેસો નોંધાયા હતાં જેના પગલે સુરતમાં આજથી હિરાબજાર બંધ કરી દેવામાં આવ્યું છે

અમદાવાદમાં કેસોની સંખ્યા ચોંકાવનારી રીતે વધી હતી બીજીબાજુ કોર્પોરેશને પણ હવે ટેસ્ટીંગ કરવા સહિતની કામગીરીમાં ઘટાડો કરી દીધો હોવાનો આક્ષેપ થઈ રહયો છે. ડોર ટુ ડોર સર્વે કરવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવે તો અમદાવાદમાં ગંભીર પરિસ્થિતિનો  ચિતાર રજુ થઈ શકે તેમ છે પરંતુ આ પરિÂસ્થતિમાં અમદાવાદમાં કોરોનાના કેસો ઘટી ગયા હોવાનું મનાઈ રહયું છે.

અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાં  સૌ પ્રથમ કોરોનાની સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું પ્રારંભમાં આ બંને હોસ્પિટલોમાં બેડ પણ ફુલ થઈ ગયા હતા જેના પગલે ભારે હોબાળો મચ્યો હતો. રાજય સરકારે ખાનગી હોસ્પિટલોને પણ સારવાર માટેની છુટ આપતા કેટલાક દર્દીઓ ખાનગી હોÂસ્પટલમાં સારવાર લઈ રહયા છે આ દરમિયાનમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ઘટતા હોવાનું ચર્ચાઈ રહયુ છે અને અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં   બેડ પણ ખાલી જાવા મળી રહયા છે. શહેરની સિવિલ હોÂસ્પટલમાં હાલ માત્ર ર૭૦ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહયું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટતા તથા બેડ ખાલી રહેતા સત્તાવાળાઓએ સિવિલ હોÂસ્પટલ સંકુલમાં જ આવેલી જાણીતી કિડની ઈન્સ્ટીટયુટ અને કેન્સર હોસ્પિટલમાં  કોરોનાની સારવાર આપવાનું બંધ કરી દીધું છે આ નિર્ણયથી હવે કેન્સર હોસ્પિટલમાં  કેન્સરની સારવાર આપવામાં આવશે જયારે કિડની ઈન્સ્ટીટયુટમાં કીડનીની સારવાર શરૂ કરી દેવાશે. અગાઉ સિવિલહોસ્પિટલમાં  કોરોનાના દર્દીઓની સંખ્યા વધી જતા સત્તાવાળાઓએ કેમ્પસમાં જ આવેલા કેન્સર ઈન્સ્ટીટયુટ તથા કિડની ઈન્સ્ટીટયુટમાં કોરોનાની સારવાર શરૂ કરી હતી અને ત્યાં ખાસ વોર્ડ બનાવવામાં આવ્યા હતાં. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં  બેડની સંખ્યા વધતા દર્દીઓને તાત્કાલિક દાખલ કરી દેવામાં આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ચિત્ર બદલાયુ છે જાકે આ માટેનું કારણ જાણવાનો પ્રયાસ કરાશે તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.