Western Times News

Gujarati News

ભાડાને લઈને મકાન માલિકે તકરાર કરતા વૃધ્ધાએ આપઘાત કર્યો

Files Photo

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાં જાન્યુઆરી મહિનામાં એક વૃધ્ધાએ આપઘાત કર્યો હતો. જે અંગે સુસાઈડ નોટ મળ્યા બાદ તેમના પુત્રએ મકાન માલિક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી નવેસરથી તપાસ હાથ ધરી છે.

જયેશ હરિભાઈ પટેલ તેમની માતા રમાબેન સાથે એપ્રિલ ર૦૧૯માં ગોતા હાઉસિંગમાં રાધાકૃષ્ણ મંદિર પાસે ભાડેથી રહેતા હતા. દરમ્યાનમાં જયેશભાઈની તબિયત લથડાતા તે સમયસર ભાડુ ચુકવી ન શકતા અવારનવાર મકાન માલિક રમેશભાઈ પંચાલ (શીવ કેદારનાથ, ચાંદલોડીયા) તેમને ગાળો બોલીને હાથ પકડી ઘર બહાર કાઢી મુકવાની ધમકીઓ આપતા હતા.

દરમ્યાન ડ્રાઈવિંગ માટે બહાર ગામ ગયેલા જયેશભાઈને જાન્યુઆરીમાં ફોન કરી માતાએ મકાન માલિકે ગેરવર્તન કર્યાની ફરીયાદ કરી હતી. જેથી જયેશભાઈએ પોતે પરત ફરી બધુ સરખું કરી દેશે તેમ જણાવ્યુ હતુ. જા કે બીજા દિવસે જ વૃધ્ધ માતાને આ સહન ન થતાં તેમને ગળેફાંસો ખાઈ લીધો હતોછ. જેની સુસાઈડ નોંટ મળી આવી હતી. જે એફએસએલમાં મોકલવામાં આવી હતી. જ્યાંથી પૃથ્થકરણ થઈ સુસાઈડ નોંટ પરત આવતા જયેશભાઈએ મકાનમાલિક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.