મહંત દિલીપદાસજીના પોસ્ટર લગાવનારા ઝડપાયા
અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં જજીસ બંગલો રોડ, બોડકદેવ અને ગુરુકુળ રોડ જેવા વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ન નીકળવાને લઈ જમાલપુર મંદિરના મહંત દિલીપદાસજીના બનેલા પોસ્ટર મામલે સીસીટીવી ફુટેજના આધારે કોંગ્રેસના વોર્ડ પ્રમુખ સહિત ચાર કાર્યકર્તાની ધરપકડ કરી છે.
શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જજીસ બંગલોઝ રોડ અને અન્ય વિસ્તારોમાં રથયાત્રા ન નીકળવા મામલે મહંત દિલીપદાસજીના ફોટો સાથે “કર્યો વિશ્વાસઘાત માફ નહીં કરે ભગવાન જગન્નાથ, હિંદુ ઠેકેદારોના રાજમાં મહંત માગે છે મોત” અને “રામના નામે માગ્યા વોટ જગન્નાથ માટે મનમાં કેમ ખોટ” સ્લોગન સાથે પોસ્ટર જાવા મળતા તપાસ વસ્ત્રાપુર પોલીસે સીસીટીવી ફુટેજ આધારે કરતા બે અલગ અલગ વાહનમાં ત્રણ વ્યક્તિ દેખાતા તપાસ શરૂ કરી હતી. વાહનના આધારે પોલીસે જીતેન્દ્ર શર્મા, વિરમ રબારી, ભુપેન્દ્ર વાઘેલા અને શાહર રબારીની ધરપકડ કરી છે. ચારેય આરોપીમાંથી વિરમ રબારી ઘાટલોડિયા વોર્ડનો પ્રમુખ છે.