આ એપ વેપારીઓને કોઈ પણ જગ્યાથી ડિજિટલ પેમેન્ટ્સ સ્વીકારવાની સુવિધા આપે છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/PineLab-scaled.jpg)
એશિયાનાં અવ્વલ મર્ચન્ટ કોમર્સ મંચોમાંથી એક પાઈન લેબ્સે જીવનજરૂરી સેવાઓમાં સંકળાયેલા વેપારીઓને સુરક્ષિત રીતે પેમેન્ટ્સ સ્વીકારવા માટે મદદરૂપ થવા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન એન્ડ્રોઈડ મોબાઈલ પેમેન્ટ એપ્લિકેશન પીઓએસ મંચ રજૂ કર્યું છે. આ રીતે તેણે અમુક આકર્ષક ઉપયોગ જોયા છે અને હવે ભારતભરમાં વેપારીઓ દ્વારા વ્યાપક રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે, જે ગૂગલ પ્લે સ્ટોર પર આ એપના 50,000થી વધુ ઈન્સ્ટોલ પરથી સિદ્ધ થાય છે. આ એપ વેપારીઓને ફક્ત તેમના એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ અને મોબાઈલ વોલેટ્સ થકી પેમેન્ટ્સ સ્વીકારવા માટે વેપારીઓને મદદરૂપ થશે.
અમને હાલમાં પાઈન લેબ્સ દ્વારા રજૂ કરવામાં આવેલા ઈપીઓએસનો ઉપયોગ જોઈને બેહદ ખુશી થઈ છે. કોવિડ-19 જનજીવન ઠપ કરનારી મહામારી છે અને તેને રાષ્ટ્રીય લોકડાઉને વધુ ઘેરી અસર કરી છે. અમારે આવા સંજોગોમાં સ્થિતિસ્થાપક રહીને એવી પ્રોડક્ટ લાવવી હતી જે આ કટોકટીના સમયમાં વેપારીઓને મદદરૂપ થઈ શકે. ઈપીઓએસ પ્રોડક્ટની રજૂઆત અમારા વેપારી ભાગીદારો માટે નાવીન્યતા લાવવા અને ટેકનોલોજીનો ઉત્તમ ઉપયોગ અપનાવવા માટે અમારી કટિબદ્ધતા દર્શાવે છે. અમે નાવીન્યતા લાવવાનું ચાલુ રાખ્યું છે અને અમારી પ્રોડક્ટો આ પ્રક્રિયામાં વેપારીઓની વૃદ્ધિમાં મદદરૂપ થવા માટે સમયની માગ અનુસાર છે, એમ પાઈન લેબ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું.
ઈપીઓએસ એપનો ઉપયોગ કરીને વેપારીઓ લિંક ઊપજાવી શકે છે અને ટેક્સ્ટ મેસેજ થકી ગ્રાહક સાથે શેર કરી શકે અને ગ્રાહક તે પછી સીધા જ કાર્ડ, યુપીઆઈ અને ભારત ક્યુઆરનો તેમના મોબાઈલ ફોનથી સંપૂર્ણ સંપર્કરહિત રીતે પેમેન્ટ કરી શકે છે.
હાલના પાઈન લેબ્સના આંતરિક સર્વેમાં એવું બહાર આવ્યું હતું કે વેપારીઓ તેમનું પીઓએસ ઈન્ફ્રાસ્ટ્રકચર ડિજિટાઈઝ કરવા ઉત્સુક હતા અને યુપીઆઈ જેવાં નવા યુગનાં ડિજિટલ પેમેન્ટ માધ્યમો સ્વીકારવા માટે તેને તૈયાર કરે છે. આ મહામારીમાં ગ્રાહકો સુરક્ષિત અને સંપર્કરહિત રીતે લેણદેણ કરી શકે છે, જેથી ઈપીઓએસ વેપારીઓ અને ગ્રાહકો બંને માટે લાભદાયી તરીકે ઊભી આવ્યું છે.