Western Times News

Gujarati News

ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખનનના વિરોધમાં ગાંધીનગરમાં સામૂહિક આત્મવિલોપનનો પ્રયાસ

ગાંધીનગર: શહેરમાં આજે ૪ લોકોએ આત્મવિલોપન કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગાંધીનગર ખાતે આવેલી ભૂસ્તર વિજ્ઞાનની કચેરી સામે એક વ્યક્તિએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા ભારે ખળભળાટ મચી ગયો હતો. વલ્લભપુરનાં જસવંતસિંહ સોલંકી નામનાં વ્યક્તિએ ઉદ્યોગ ભવન નજીક આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો પરંતુ આત્મવિલોપનનો પ્રયાસ કરનાર વ્યક્તિની પોલીસે અટકાયત કરી લીધી હતી. તમને જણાવી દઈએ કે, ગાંધીનગર ખાતે ભુસ્તર વિજ્ઞાનની કચેરી સામે આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી.

તેઓએ શહેરાનાં વલ્લભપુરા ગામે સરકારી જમીન પર ખોદકામ થતું હોવાની રજૂઆત કરી હતી. પરંતુ અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખતા ત્યાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, પંચમહાલમાં શહેરાનાં વલલ્ભપુરા ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખનન થતું હોવાંથી જસવંતસિંહ સોલંકી નામનાં વ્યક્તિએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જેને લીધે ઉદ્યોગભવન પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

આ દરમિયાન જસવંત સિંહ સોલંકીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જેથી આત્મવિલોપનનો પ્રયાસ કરતા જસવંતસિંહ સોલંકીની પોલીસે અટકાયત કરી લીધી છે. ઉપરાંત તેમની સાથેનાં અન્ય ૩ જણાં જેમાં પ્રવીણ સોલંકી, રત્ના માછી અને કોદરસિંહ ઠાકોર પણ હતાં. તેઓની પણ પોલીસે અટકાયત કરી લીધી છે. ગાંધીનગરનાં ડ્ઢઅજp એમ.કે. રાણાએ આ ઘટના અંગેની વિગતવાર માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, વલ્લભપુરનાં સ્થાનિકોનો એવો દાવો છે કે, ૨૦૧૩થી ગેરકાયદેસર ખનનનો વિરોધ કર્યો હોવા છતાં અમારુંં કોઈ સાંભળતું નથી.

જેથી ગાંધીનગરનાં વલ્લભપુરનાં જસવંતસિંહ સોલંકીએ ગામમાં ગૌચરની જમીનમાં દબાણ થતા આત્મવિલોપનની ચીમકી આપી હતી. અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્રએ કોઇ કાર્યવાહી હાથ ન ધરતા તેઓએ આત્મવિલોપનની ચીમકી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.