અનુભવી પોલીસ કોન્સ્ટેબલને સોંપાશે ખાસ જવાબદારી

ગાંધીનગર: ગુનાખોરી વધવાની સાથે જ પોલીસની જવાબદારી વધી જાય છે. અમુક વખત કેસનું ભારણ વધતા પોલીસની ફરજનો કોઈ ચોક્કસ સમય નથી જળવાઈ શકતો. આવા સંજાગોને પગલે રાજ્યના ગૃહવિભાગે મોટો નિર્ણય કરતા હવેથી પોલીસ કોન્સ્ટેબલને પણ ગુનાની તપાસ કરવાની સત્તા સોંપવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજ્યમાં પોલીસ ઉપર કેસનું ભારત વધતા કોન્સ્ટેબલોને લઈને ગૃહવિભાગે સૌથી મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ, ૫ વર્ષ કે તેથી વધુ વર્ષના અનુભવી બિનહથિયારી પોલીસને કોન્સ્ટેબલને હવે તપાસ કરવાની સત્તા સોંપવામા આવી છે.
જણાવી દઈએ કે, અત્યાર સુધી હેડકોન્સ્ટેબલ કે ઉપરી અધિકારીઓ જ ગુનાની તપાસ કરી શકતા હતા. જા કે હવે પોલીસ કોન્સ્ટેબલને તપાસ કરવાની સત્તા સોંપવામાં આવતા કેસનો ઝડપી નિકાલ થઈ શકશે અને ફરિયાદીને ન્યાય પણ ઝડપથી મળી શકશે.