Western Times News

Gujarati News

હળવદના કવાડીયા પાટીયા પાસે મોડી રાત્રે બે ટ્રક અથડાયાઃ બે ઘાયલ,ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદ હાઈવે પર કવાડીયાના પાટીયા પાસે મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો,જેમાં બંન્ને ટ્રક ચાલકોને નાની મોટી ઈજાઓ પહોચાતા 108 દ્વારા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. જ્યારે, અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ટ્રાફિક હળવો કરવાની તજવીજ હાથ ધરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર હળવદના કવાડીયા પાટીયા પાસે મોડી રાત્રે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા સામ સામે બે ટ્રક અથડાયા હતા,જેમા ટ્રક ડ્રાઈવરોને ઈજાઓ પહોચતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

હળવદના કવાડીયા પાટીયા પાસે થયેલા અકસ્માતમા એકબાજુનો રોડ પર કંટેનર તેમજ ટ્રક આડો આવી જતા થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા.પરંતુ,પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરી અકસ્માત કાટમાળ હટાવવાની તજવીજ હાથ ધરી હતી (તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.