એરપોર્ટ પર કારતુસ સાથે બિહારનો યુવક ઝડપાયો
અમદાવાદ: શહેરના ડોમેસ્ટિક એરપોર્ટ પર સિક્યુરીટી ચેક દરમીયાન જેટની ફ્લાઇટ માં બેસનાર યુવાનના સામાન ની સ્ક્રીનીંગ કરતા કારતુસ જેવી ચીજ દેખાતા સામાન ચેક કરતા જીવતા કારતુસ મળી આવ્યા હતા.પોલીસે પુછપરછ કરતાં લાયસન્સ ન હોવાની કબુલાત કરી હતી.પોલીસે યુવાન ની ધરપકડ કરી તેની વધુ પુછપરછ હાથ ધરી છે.શહેરના ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલ-૧ ખાતે સિક્યુરીટી હોલ્ડ તરીકે ફરજ બજાવતા રાકેશ કુમાર ગિરી ૧ જુલાઈ એ સ્પાઇસ જેટની ફ્લાઇટમાં બેસનારા મુસાફરો ના સામાન નું સ્ક્રીનીંગ કરી રહ્યાં હતાં.દરમીયાન સિક્યોરીટી હોલ્ડ ના એક્સ-રે માં એક મુસાફરના સામાન માં કારતુસ જેવી વસ્તુ દેખાઇ હતી.
આ અંગે મુસાફર મનોજકુમાર જૈસવાલનો સામાન ચેક કરતાં હેન્ડબેગ માંથી જીવતી કારતુસ મળી આવી હતી.પોલીસ ની પ્રાથમીક તપાસ માં તેણે બિહારના સિવા જિલ્લાના તાલુકા જીરાદેયી ના સુરવાલ ગામનો રહેવાસી હોવાની કબુલાત કરી હતી. આરોપી ૨૫ વર્ષનો છે અને તેનો અગાઉ ગુનાહીત ઇતિહાસ છે કે કેમ અને વિમાન માં કારતુસ લઇ જવા અંગે ના હેતુ ની તપાસ ચાલુ છે.