Western Times News

Gujarati News

દિલ્હીમાં ૧૦ હજાર બેડનું મોટું કોવિડ કેર સેન્ટર શરૂ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં વિશ્વનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર શરૂ થઈ ગયું છે. ૧૦ હજારની બેડવાળું આ કોવિડ સેન્ટર માત્ર ૧૧ દિવસમાં તૈયાર કરવામાં આવ્યું છે. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે રવિવારે અહીંના છત્તરપુરમાં રાધા સ્વામી બ્યાસમાં બનેલા સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર એન્ડ હોસ્પિટલનું   ઉદ્‌ઘઘાટન કર્યું હતું. ગૃહમત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સીએમ કેજરીવાલે હોસ્પિટલનું  ની મુલાકાત લીધી હતી. જે બાદ ન્ય્એ પણ સામે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.  વડા જી સતીષ રેડ્ડી અને આઈટીબીપી ચીફ એસ.એસ દેસ્વાલ પણ હાજર રહ્યા હતા. રાધા સ્વામી સત્સંગની જમીન પર બનેલા આ ૧૦ હજાર બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલનું  નિર્માણ ધારાધોરણો મુજબ રોકોર્ડ સમયમાં બનાવવામાં આવ્યું છે. ડ્ઢઈર્ડ્ઢંના અધિકારીઓના જણાવ્યા મુજબ અહીં ૧૦ હજારમાંથઈ ૨૫૦ બેડ આઈસીયુના છે.

સામાન્ય અને લક્ષણ વિનાના કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ કોવિડ કેર સેન્ટરના મેનેજમેન્ટ માટે દિલ્હી સરકાર વહીવટી સહાય ઉપલબ્ધ કરાવી રહી છે. જ્યારે ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસને નોડલ એજન્સી બનાવવામાં આવી છે. જે આ હોસ્પિટલનું  મેનેજમેન્ટ કરશે. આ ઉપરાંત રાધાસ્વામી સત્સંગના સ્વયં સેવકો પણ આ કેન્દ્રમાં પોતાની સેવા પૂરી પાડશે. જ્યારે આ કોવિડ કેર સેન્ટર બનાવનારી સંસ્થા આ હોસ્પિટલનું  વોર્ડોનું નામ લદ્‌દાખની ગલવાન ઘાટીમાં ૧૫-જૂને હિંસક ઝડપમાં શહીદ થયેલા ભારતીય જવાનોના નામ પર રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી ચે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૦૫ નવા કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળમાં વધુ ૫૫ દર્દીઓના મરણ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.