Western Times News

Gujarati News

યુવા ખેડબ્રહ્મા દ્વારા મોબાઇલની દુકાનો પરથી ચાઈનીઝ મોબાઈલની જાહેરાતના બોર્ડ ઉતરાવ્યા

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા: યુવા ખેડબ્રહ્મા દ્વારા તારીખ ૪- ૭ -૨૦૨૦ ના રોજ ખેડબ્રહ્મા શહેરમાં ફરી ફરી મોબાઈલ વેચતા શો \મ તથા દુકાન ઉપર લગાવેલ ચાઈનીઝ મોબાઈલ ની જાહેરાત વાળા બોર્ડ તથા બેનરો ઉતરાવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ચાઈનીઝ આઉટમોએ ભારતનાં બજારો સર કર્યા છે.ભારતભરમાંથી અબજો \પિયાનો નફો કરી તે શ†-સરંજામ ખરીદીને આપણા સૈનિકો ને મારે છે.

તાજેતરમાં ચાઈનીઝ સૈનિકો દ્વારા ૨૦ ભારતીય જવાનોના દગાથી મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારે ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરીને જ આપણે સૈનિકોને સાચી શ્રદ્‌ધાંજલિ અર્પણ કરી શકીએ. વર્ષો પહેલા અંગ્રેજો પણ ભારતમાં વેપાર કરવાના બહાને આવી ભારતને ગુલામ બનાવ્યુ હતું. તેમાંથી પણ આપણે બોધપાઠ લઈ શક્યા ન હતા. હવે સોશિયલ મીડિયાનાં જમાનામાં આપણે સૌ જાગૃત થઈ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી આપણા દેશને આત્મનિર્ભર તરફ લઈ જઈએ અને સરકારને મદદ\પ થઈએ તેજ શહીદોને સાચી શ્રદ્‌ધાંજલિ છે.*

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.