સૌરાષ્ટ્રના તમામ બંદરો પર ૩ નંબરનું સિગ્નલ લગાવાયુઃ સ્ટેન્ડ ટુ ના આદેશ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રાજ્યભરમાં આગામી ચારથી પાચ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવતા રાજય સરકારે તમામ જીલ્લાઓના પ્રશાસનને ‘સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપ્યા છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના તમામ બંદરો પર ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ છે. કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની સ્થિતિ સર્જાવાની શક્યતાઓને જાતા એનડીઆરએફ ની ટીમોને રવાના કરી દેવાઈ છે.
રાજ્યમાં સાત સ્થળોએ એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને હેડક્વાર્ટસ નહીં છોડવા જણાવાયુ છે. જ્યારે દરિયામાં ભારે કરંટની સ્થિતિ છે. અને ઉંચા ઉંચા મોજાઓ ઉછળી રહ્યા હોવાથી માછીમારોને દરિયો નહીં ખેડવા સુચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના તમામ બંદરો પર ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ છે. રાજ્ય સરકાર પરિÂસ્થતિ પર સતત નજર રાખી રહી છે.