Western Times News

Gujarati News

CTMમાં એક જ પરિવારના ૧૦ સભ્યોને કોરોના પોઝીટીવ

(પ્રતિનિધિ) અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે કેન્દ્ર સરકારે અનલોકમાં છુટછાટો આપવાની સત્તા રાજય સરકારોને આપતા જ ગુજરાતમાં રાજય સરકારે વધુ છુટછાટો આપી છે જેના પરિણામે છેલ્લા બે દિવસથી કોરોનાના કેસોનો રાફડો ફાટયો છે અને ૭૦૦થી વધુ કેસો નોંધાઈ રહયા છે

ગુજરાતમાં એપી સેન્ટર બની ગયેલા અમદાવાદ અને સુરતમાં સતત કેસો વધી રહયા છે. અમદાવાદ શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સતત વધારો કરવામાં આવી રહયો છે આ પરિસ્થિતિમાંશહેરના સીટીએમ વિસ્તાર ન્યુ મણિનગરમાં એક જ ફલેટમાંથી એક જ પરિવારના ૧૦ સભ્યોને કોરોના પોઝીટીવ આવતા સમગ્ર ફલેટ કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યો છે. કોર્પોરેશનના અધિકારીઓ ગઈકાલથી જ ભારે જહેમત ઉઠાવી રહયા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ફલેટમાં રહેતા બે ભાઈઓના પરિવારના ૧૦ સભ્યોને કોરોના પોઝીટીવ આવ્યો છે.

દેશભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ  ખૂબ જ ગંભીર બની રહી છે આ દરમિયાનમાં અમદાવાદ શહેરમાં તથા સુરત શહેરમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થતાં સરકારી તંત્ર ચોંકી ઉઠયુ છે અમદાવાદ શહેરમાં વધતા જતાં કોરોનાના કેસોની સંખ્યા જાતા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સતત વધારો કરવામાં આવી રહયો છે.

ગઈકાલે પણ કેટલાક સ્થળોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે આ દરમિયાનમાં સીટીએમ વિસ્તારમાં આવેલા ન્યુ વૈકુંઠ ફલેટમાં એક જ પરિવારના સભ્યોની હાલત કથળી હતી આ અંગેની જાણ થતાં કોર્પોરેશનના અધિકારીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક પરિવારના તમામ સભ્યોના ટેસ્ટ શરૂ કરાયા હતા આ દરમિયાનમાં તમામને હોમ કોરોન્ટાઈન કરી દેવાયા હતા.

આ ફલેટમાં બે ભાઈઓનો પરિવાર રહે છે અને બંને ભાઈઓના પરિવારના ૧૦ સભ્યોનો રિપોર્ટ પોઝીટીવ આવતા કોર્પોરેશનની ટીમ સતર્ક બની ગઈ હતી તાત્કાલિક સમગ્ર ફલેટને કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યો હતો અને તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.