મણિનગરમાં વૃધ્ધના મકાનમાંથી રૂ.૩.રપ લાખના મુદ્દામાલની ચોરી
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરી કરતી ટોળકીનો આંતક વધી રહયો છે શહેરના કાયદો વ્યવસ્થાની પરિÂસ્થતિ જળવાઈ રહે તે માટે નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવ્યું છે પરંતુ ચોરીની ઘટનાઓ વધી રહી છે શહેરના નરોડા, ગુજરાત યુનિવર્સિટી અને ખોખરા વિસ્તારમાં ઘરફોડ ચોરીની ત્રણ ફરિયાદો નોંધાઈ છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના નરોડા વિસ્તારમાં હંસપુરામાં પારસ બંગ્લોઝમાં રહેતા ગીરીશભાઈ પટેલના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા મકાનની ઝાળી તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી કિંમતી ઘડીયાળ, ચાંદીના સિક્કા, રોકડ રકમ મળી કુલ રૂ.૧.૭ર લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતાં ઘરમાં માલસામાન વેરવિખેર જાવા મળતા તાત્કાલિક ગીરીશભાઈએ નરોડા પોલીસને જાણ કરી હતી પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી.
આ અંગે ગીરીશભાઈએ ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચોરીનો અન્ય એક બનાવ ગુજરાત યુનિવર્સિટી હેઠળના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં બન્યો હતો. ગુલબાઈ ટેકરા પર આવેલી પટેલ સોસાયટી, આત્મજ્યોતિ એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીબેન અશોકભાઈ જાષી બપોરના સમયે બહાર ગયા હતા આ દરમિયાનમાં તસ્કરોએ તેમના મકાનના દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, ઘડિયાળ તથા યુએસ ડોલર અને રોકડ રૂપિયા મળી કુલ રૂ.૧.ર૩ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.
ભારતીબેન ઘરે આવ્યા ત્યારે ઘરના દરવાજાનું તાળુ તુટેલુ જાતા તેઓ ચોંકી ઉઠયા હતા અને આજુબાજુના લોકોને બોલાવ્યા હતા દરમિયાનમાં ઘરમાં માલસામાન વેરવિખેર જાવા મળ્યો હતો જેના કારણે ગુજરાત યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને આ અંગે ભારતીબેનની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઘરફોડ ચોરીનો અન્ય એક બનાવ ખોખરા વિસ્તારમાં બન્યો હતો જેમાં મણિનગર પૂર્વમાં સંદીપ ફલેટમાં રહેતા પ્રવિણભાઈ ગજ્જર નામના ૭૬ વર્ષના વૃધ્ધે ફરિયાદ નોંધાવી છે કે તેમના ઘરના દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી રૂપિયા ૩૦ હજારની કિંમતની સોનાની ચેઈન રૂ.ર૦ હજારની કિંમતની સોનાની લક્કી તથા રૂ.ર૦ હજારની રૂદ્રાની માળા, લેપટોપ તથા રૂ.ર.પ૦ લાખ મળી કુલ રૂ.૩.ર૭ લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે આ અંગે ખોખરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.