Western Times News

Gujarati News

જાેધપુર ૨૪X૭ પ્રોજેકટની ટેકનીકલ ક્ષતિઓ દૂર કરવામાં આવી

 

પ્રોજેકટની ખામીયુકત ડીઝાઈન અને જૂની લાઈનમાં નવા જાડાણના પરીણામે અનેક સમસ્યાઓ થઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદમાં પાણીના અપુરતા પ્રેશર અને ટેન્કરાજના વિવાદ આક્ષેપો વચ્ચે ર૪ કલાક પાણીના સપ્લાયનું કામ રોકટગતિએ ચાલી રહયું છે. મ્યુનિ. શાસકો દ્વારા જે તે સમયે રાજકીય લાભ લેવા માટે શરૂ કરવામાં આવેલ ર૪x૭ વોટર સપ્લાય પ્રોજેકટ આડે રહેલ તમામ ટેકનીકલ ત્રુટિઓ અને અંતરાયો દૂર કરવામાં આવ્યા છે. તથા મ્યુનિસિપલ કમીશ્નરે જાહેર કરેલ સમય મર્યાદામાં જાેધપુરના રહીશોને ર૪ કલાક પાણી સપ્લાય કરવાની શરૂઆત થઈ શકે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ર૪ કલાક પાણી સપ્લાય કરવામાં આવી શકે છે તે પ્રકારની જાહેરાત ૧૯૯પની સાલમાં ભાજપા દ્વારા કરવામાં આવી હતી. પરંતુ નકકર આયોજન ના અભાવે તેનો અમલ થઈ શકયો નહતો. પરંતુ ર૦૧૦-૧૧માં તત્કાલીન હોદેદારોએ અભરાઈએ મુકવામાં આવેલી ફાઈલનો ફરીથી અમલ કરવા નિર્ણય કર્યો હતો. તથા પ્રાયોગિક ધોરણે જાધપુર વોર્ડમાં ર૪x૭ પાણી સપ્લાય પ્રોજેકટની શરૂઆત કરવા જાહેરાત કરી હતી.

જાેધપુર વોર્ડની પસંદગી રાજકીય દ્રષ્ટિએ યોગ્ય હતી પરંતુ ટેકનીકલ દ્રષ્ટિએ ખોટી હોવાનું માનવામાં આવે છે. જે સમયે સદ્દર પ્રોજેકટની શરૂઆત થઈ તે અરસામાં જાેધપુર વોર્ડમાં પાણીની ચાર ઓવહરેડ ટાંકીઓ હતી. તથા પાણી ના ૧૦૦ ટકા નેટવર્ક હતા. તેથી જુના નેટવર્કમાં નવા જાડાણો આપીને કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેના માઠા પરિણામો મળ્યા હતા.


સહુ પ્રથમ તો કમાન્ડ એરીયા ની તકલીફ થઈ હતી. જુના-નવા જાડાણના પરીણામે લીકેજીસની સમસ્યા થાય છે. સદ્દર પ્રોજેકટમાં પણ લીકેજીસ ની સમસ્યા જાવા મળી હતી. મ્યુનિ.ઈજનેર લીકેજ સમસ્યાને કંટ્રોલ કરવા પ્રયાસ કર્યા છે. તેમ છતાં તેમાં પર ૧૦૦ ટકા સફળતા મળવી મુશ્કેલ છે. ભવિષ્યમાં પણ આ તકલીફ રહી શકે છે.

તેમ નિષ્ણાતો માની રહયા છે. જાેધપુર વોર્ડમાં ર૪x૭ પ્રોજેકટ માટે પાંચ ડી.એમ.એ. તૈયાર કરવામાં આવ્યા છે. જેનાં આનંદનગર, પ્રમુખ (નોવેક્ષ) ગામતળ, ઘર વિહોણા અને ગોકુળ-આવાસ નો સમાવેશ થાય છે. જે પૈકી આનંદનગરમાં ર૦ કલાક પાણી સપ્લાય કરવામાં આવી રહયું છે. આનંદનગર ડી.એમ.એ.માં ૪૬૦ મીટરની લાઈન બાકી હતી તેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આનંદનગર માં ૮પ૧ જાડાણો પર વોટર મીટર લગાવવામાં આવ્યા છે.

પ્રમુખ ડી.એમ.એ.માં ૧૬ કલાક સપ્લાયની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ ત્રણ-ચાર સોસાયટીઓમાં પ્રેશરની તકલીફ થતા સપ્લાય બંધ કરવામાં આવ્યું છે. તથા નવા બુસ્ટર પંપ લગાવવામાં આવી રહયા છે. ૧પ દિવસમાં કામ પૂર્ણ થવાની ગણત્રી છે.મુળ ડીઝાઈન મુજબ પ્રમુખ ડી.એમ.ઓ.માં ઓછી ક્ષમતાના પમ્પ રાખવામાં આવ્યા હતા. જેના પરીણામે પ્રેશરની મુશ્કેલી થઈ હતી. મ્યુનિ. ઈજનેર અધિકારીઓ માટે સૌથી મોટી ચેલેન્જ “ઘર વિહોણા” ડી.એમ.એ.ને માનવામાં આવે છે.

જેમાં ઈસરોના ઢાળ પર બે કલાક પણ પુરતા પ્રેશરથી પાણી સપ્લાય કરવાની તકલીફ છે. તેથી “ઈસરો” વિસ્તારમાં ૧ર મીટરની નવી લાઈન નાંખવામાં આવી છે. જેના કારણે, સદ્દર સમસ્યા હળવી થઈ શકે છે. “ઘર વિહોણા” ડી.એમ.ઓ.માં ૭પ૦ જાડાણ અને વોટર મીટર લગાવવામાં આવ્યા છે.તેમજ ૧પ૦ ના જાડાણ બાકી છે જેને આગામી સપ્તાહમાં પૂર્ણ કરી પાણી સપ્લાય શરૂ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.

જાેધપુર ર૪ટ૭ પ્રોજેકટમાં ગામતળ અને ગોકુળ આવાસ ડી.એમ.ઓ.માં અંદાજે ત્રણ હજાર જાડાણ બાકી છે. જેમાં ખાનગી સોસાયટીમાં ૮૦ઃર૦ અંતર્ગત બનાવવામાં આવેલ આરસીસી રોડની તકલીફ છે. સોસાયટીના રહીશોએ ખોદકામ માટે પરવાનગી અને ખર્ચ આપવા સ્પષ્ટ ના પાડી છે.તેથી મ્યુનિ. કમીશ્નરે હયાત જાડાણમાં મીટર લગાવવા માટે સુચના આપી છે. જે મુજબ કામ શરૂ કરવામાં આવ્યું છે તથા ૩૧ ઓગષ્ટ સુધી કામ થઈ જવાની આશા વ્યકત થઈ રહી છે. સદ્દર પ્રોજેકટમાં “મીટર ચોરી થયા હતા. જેના કારણે પણ કામમાં વિલંબ થયો હતો. પરંતુ મીટરના કોન્ટ્રાકટર શ્રી રંગ કોર્પોરેશને તુર્કીથી નવા ૪પ૦૦ વોટર મીટર મંગાવી આવ્યા છે. જેના માટે કોઈ જ ચાર્જ લીધો નથી.

ચોરી થયેલ મીટર સામે નવા મીટર જમા કરાવ્યા છે. જાધપુર વોર્ડમાં અનેક પ્રકારની ટેકનીકલ ક્ષતિઓ જાવા મળી હતી તેમ છતાં નિયત સમયમાં પ્રોજેકટ પૂર્ણ થઈ રહયો છે. નિષ્ણાતોના મંતવ્ય મુજબ હયાત નેટવર્ક અને ઓવરહેડ ટાંકી હોવાના પરિણામે કામમાં વિલંબ થયો હતો તથા અનેક પ્રકારની સમસ્યાનું નિર્માણ થયું હતું. બોર આધારીત વિસ્તારમાં ટેકનીકલ ક્ષતીની  શકયતા“શૂન્ય” રહે છે. થલતેજ વોર્ડમાં પણ ર૪x૭ પ્રોજેકટ શરૂ થઈ રહયો છે. આ વોર્ડ બોર આધારીત હોવાથી તંત્ર એ માત્ર નેટવર્ક જ નાંખવાના રહેશે જયારે સ્ટોરેજ અને સપ્લાય માટે હયાત ઓવરહેડ ટાંકીનો ઉપયોગ કરવામાં આવશે. જાધપુરની માસ્ક જુના અને નવા જાડાણ ભેગા કરવાના ન હોવાથી લીકેજ સમસ્યા પણ નહીં થાય. જાધપુરમાં જુની લાઈનોમાં જ નવા જાડાણ આપવામાં આવ્યા હોવાથી લીકેજની નાની-મોટી ફરીયાદો રહેશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.