ધર્મેન્દ્ર લુધિયાનામાં તેમના પ્રિય સિનેમા હોલની સ્થિતિ જાેઈ થયા ઉદાસ

મુંબઈ: બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર લુધિયાનામાં તેમના પ્રિય સિનેમા હોલ રેખીની હાલત જાઈને ખૂબ જ ઉદાસ છે.
અભિનેતાએ ટિ્વટર પર હોલની ફોટો શેર કરી અને હાલની પરિસ્થિતિને જાઈ પોતાનું દુખ વ્યક્ત કર્યું છે.
તેમણે લખ્યું, “રેખી સિનેમા … અસંખ્ય ફિલ્મો અહીં જાઈ છે … આ સન્નાટો જાઈને મારુ દિલ ઉદાસ થઈ ગયું.”મીનર્વા પછી રેખી લુધિયાણાનું બીજા સૌથી જુનો થિયેટર છે. તે બ્રિટિશ યુગથી બનેલું છે. તેની શરૂઆત વર્ષ ૧૯૩૩ માં થઈ હતી. જાકે, ધર્મેન્દ્રએ શેર કરેલી તેની તસ્વીરમાં તે ખૂબ જ જૂની હાલતમાં દેખાઈ રહ્યું છે.
અભિનેતાએ ટિ્વટર પર ફેન્સસાથે વાતચીત કરી. જ્યારે ફેન્સે સિનેમામાં ફિલ્મ જાતી વખતે ખાવા પીવા વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, “બજેટમાં … એક ચવન્ની … ટિક્કી, સમોસા માટે હંમેશા રાખતા હતા.” એક ફેન્સે પૂછ્યું કે, સિનેમા હોલમાં છેલ્લી ફિલ્મ કઈ જાઈ હતી. અને ધર્મેન્દ્રએ જવાબ આપ્યો. ‘દિલીપ સાહેબની દિદાર. તારીખ યાદ નથી.’
જણાવી દઈએ કે, દિલીપ સાહબની દિદાર ૧૬ માર્ચ ૧૯૫૧ માં રિલીઝ થયી હતી. આ ફિલ્મનું નિર્દેશન નીતિન બોઝે કર્યું હતું. દિલીપ ઉપરાંત અશોક કુમાર, નર્ગિસ, નિમ્મી અને મુરાદ પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા.