Western Times News

Gujarati News

અમદાવાદમાં ઓટો રીક્ષા ચાલકોની હડતાલ ફલોપ

અમદાવાદના બે લાખ રીક્ષાચાલકોની એક દિવસની પ્રતિક હડતાલ- બપોર પછી ચિત્ર સ્પષ્ટ થશે તેવો દાવો

(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાને કારણે બે મહિના લોકડાઉનમાં રહેલા ઓટો રીક્ષાચાલકો માટે રાજય સરકાર રાહતનું પેકેજ આપે તેવી માંગણી સાથે અમદાવાદ શહેરમાં આજે ર લાખ કરતા વધારે ઓટો રીક્ષાચાલકો આજે સવારથી જ એક દિવસની પ્રતિક હડતાલ પર જવાના છે. પરંતુ ઓટો રીક્ષા યુનિયનો તરફથી આપવામાં આવેલુ એલાન પ્રારંભિક તબક્કે ફલોપ સાબિત થયુ છે.

સવારના રાજમાર્ગો પર મોટી સંખ્યામાં રીક્ષાઓ દોડતી નજરે પડતી હતી. સવારના ૯ વાગ્યા સુધીમાં ઓટો રીક્ષાઓથી રસ્તાઓ ધમધમતા હતા. જાકે લાંબા સમય સુધી લોકડાઉનમાં રહેલા ઓટો રીક્ષાચાલકો પણ હડતાલના મૂડમાં નથી. અત્યારે તો તેમની સમક્ષ આજીવિકાનો મોટો પ્રશ્ન છે. વળી જેમણે હપ્તેથી રીક્ષાઓ ખરીદી છે તેમને હપ્તા ભરવાના ચઢી ગયા છે આવા સંજાગોમાં હડતાલ કઈ રીતે પોષાય તેમ રીક્ષા ચાલકો જણાવી રહયા છે.

કોરોનાને કારણે કેન્દ્ર સરકારે દેશભરમાં લોકડાઉન જાહેર કર્યુ હતુ જે લગભગ બે મહિના સુધી ચાલ્યુ હતુ. આ દરમિયાન કામ-ધંધા બંધ રહયા હતા. જુદા- જુદા વર્ગમાં ઓટો રીક્ષા ચલાવનારો એક બહોળો વર્ગ હતો તે પણ લોકડાઉનમાં ફસાયો હતો ઓટો રીક્ષા બંધ થતા સેંકડો રીક્ષાચાલકોની હાલત કફોડી થઈ ગઈ હતી.

ખાધાખોરાકીની સાથે દવાઓ, કુટુંબની જવાબદારી તથા રીક્ષાના હપ્તા, મકાનનું ભાડુ ચઢી જતા રીક્ષાચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા
હતા. છેવટે અનલોક-૧ અને અનલોક-ર ની જાહેરાત થતા રીક્ષાચાલકોએ હાશકારો અનુભવ્યો હતો અને ઓટો રીક્ષા શરૂ કરી દીધી હતી હવે ધીમે ધીમે ઓટો રીક્ષા ચાલકોનું જનજીવન પાટે ચઢી રહયુ છે ત્યારે એક દિવસની હડતાલની જાહેરાત થતા ઘણા રીક્ષાચાલકોએ નારાજગી વ્યકત કરી છે.

અલબત્ત ઓટો રીક્ષાચાલકોના ૧૦થી ૧ર જેટલા યુનિયનોએ એક દિવસ પ્રતિક હડતાલનું એલાન આપ્યુ છે ત્યારે તેની વાસ્તવિકતાનો ખ્યાલ બપોર પછી આવી શકે તેમ છે. ઓટો રીક્ષાચાલક યુનિયનના આગેવાનોએ તેમની માંગણી રાજય સરકાર સમક્ષ રજૂ કરતા જણાવ્યુ હતુ કે ત્રણ મહિના જેટલો સમય લોકડાઉનમાં ગયો હોવાથી રીક્ષાચાલકોને દર મહિનાના પાંચ હજાર રૂપિયા લેખે ત્રણ મહિનાના રૂ.૧પ હજારની આર્થિક સહાય તાત્કાલિક કરવામાં આવે તથા રીક્ષાચાલકોના બાળકોની એક સત્રની ફી માફ કરવામાં આવે, વીજબીલમાં રાહત અપાય પરંતુ રાજય સરકાર તરફથી તેમની માંગણીનો સ્વીકાર કરવામાં નહી આવતા વિવિધ યુનિયનોએ આજે એક દિવસ માટે પ્રતિક હડતાલનું એલાન આપ્યુ હતું.

અમદાવાદ શહેરની બે લાખ કરતા વધારે ઓટો રીક્ષાઓના ચાલકો આજે એક દિવસ માટે પ્રતિક હડતાલ પાડશે તેવી જાહેરાત કરાઈ હતી પરંતુ આજે સવારથી શહેરના વિવિધ માર્ગો પર ઓટોરીક્ષાઓ દોડતી નજરે પડતી હતી સવારે ઓટોરીક્ષાઓની સંખ્યા પ્રમાણમાં ઓછી જરૂર હતી પરંતુ ઓટો રીક્ષાની હડતાલની અસર જાવા મળી ન હતી. ૧૦-૧ર જેટલા યુનિયનોએ હડતાલનું એલાન આપ્યુ છે.

તેમ છતાં સવારના રસ્તાઓ પર ઓટો રીક્ષા દોડતા પ્રારંભિક તબક્કામાં હડતાલનું એલાન ‘ફલોપ’ ગયુ હોય તેવુ જણાઈ રહયુ છે. જાકે સામાન્ય રીતે કોઈપણ આંદોલન કે હડતાલની અસર બપોર પછી વર્તાતી હોય છે પરંતુ બે મહિનાના લોકડાઉન પછી કામધંધો શરૂ કરનારા ઓટો રીક્ષાચાલકો આંદોલનના મૂડમાં હોય તેવુ જણાતુ નથી અને એટલે જ સવારથી જ જડબેસલાક હડતાલની જગ્યાએ રસ્તાઓ પર ઓટો રીક્ષાઓ દોડી રહી છે.

અમદાવાદ શહેરમાં રીક્ષાચાલક એસોસીએશને રાહત પેકેજ આપવાની તથા સરળતાથી લોન મળી રહે તેવી માંગણી સાથે હડતાલની જાહેરાત કરી હતી અને ગઈકાલ રાત સુધી એસોસીએશનના હોદ્દેદારોની બેઠકો યોજાઈ હતી આ બેઠકોમાં હડતાલ જડબેસલાક સફળ રહે તે માટે ચર્ચા થઈ હતી પરંતુ આજે સવારથી શહેરના પશ્ચિમ સહિત અનેક વિસ્તારોમાં રીક્ષાઓ ફરતી જાવા મળી હતી છેલ્લે હડતાલની જાહેરાત કરાઈ ત્યારે મોટાભાગના રીક્ષાચાલકો તેમાં જાડાયા ન હતા એટલું જ નહી

પરંતુ રીક્ષાચાલકો પર હુમલા કરી બળજબરીપૂર્વક રીક્ષાઓ અટકાવી દેવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતાં પરંતુ આ વખતે સવારથી જ શહેરભરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લાંબા સમયના લોકડાઉન બાદ રીક્ષાઓ ચલાવવાની છુટ આપવામાં આવતા જ રીક્ષાચાલકોમાં બે ભાગલા પડી ગયા છે મોટાભાગના રીક્ષાચાલકો સવારથી જ નિત્યક્રમ મુજબ  પોતાની રીક્ષાઓ ચાલુ રાખી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.