ઝઘડિયાના નાના સાંજા ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક શાળા બંધ રાખવા તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: નાના સાંજા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા સહિત તેના પરિવારના સભ્યોને કોરોના પોઝિટિવ આવતા ગામમાં કોરોના સંક્રમણ નહીં થાય તે બાબતે અગમચેતી રુપ પગલું ભરવામાં આવ્યું. ઝઘડિયાના નાના સાંજાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અંકલેશ્વરના શિક્ષિકામે તથા તેમના પરિવારજનો ને કોરોના પોઝિટિવ આવતા નાના સાંજા ગ્રામ પંચાયત દ્વારા શિક્ષણ અધિકારી ઝઘડિયાને લેખિતમાં રજૂઆત કરી ૧૪ દિવસ શાળા બંધ રાખવા બાબતે જણાવ્યું છે.
ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામે ફરજ બજાવતા અંકલેશ્વરના શિક્ષિકાબેનને તથા તેમના પરિવારજનોના અન્ય સભ્યોને કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શિક્ષકોને જ હાજર રહેવાની સૂચનાઓ છે ત્યારે અંકલેશ્વરના શિક્ષિકાને કોરોના પોઝિટિવ આવતા તેમના સહ શિક્ષક સ્ટાફને તેનું સંક્રમણ નહીં થાય તથા નાના સાંજા ગામમાં પણ તેનું સંક્રમણ નહીં થાય તે બાબતનો અગમચેતી રૂપે પગલું ભરી નાના સાંજા ગ્રામ પંચાયત દ્વારા ઝઘડિયા શિક્ષણ અધિકારીને પત્ર લખી ૧૪ દિવસ સુધી શાળા બંધ રાખવાની રજૂઆત કરી છે
ગામના સરપંચ, ઉપ સરપંચ તેમજ તલાટીએ જણાવ્યું હતું કે ગત તારીખ ૫.૭.૨૦ ના રોજ નાના સાંજા ગામે ફરજ બજાવતી શિક્ષિકાબેનને કોરોના પોઝિટિવ આવેલ છે તેમજ તેમના પતિને પણ કોરોના પોઝિટિવ આવેલ છે જેથી શાળાના સ્ટાફને પણ તેનું સંક્રમણ ન થાય અને ગામનું આરોગ્ય સચવાય એ માટે તમામ ગ્રામજનોની ૧૪ દિવસ શાળા બંધ રાખવા માટે વિનંતી કરી છે.