Western Times News

Gujarati News

સંજેલી તા.પ્રાથમિક શાળામાં ડો.શ્યામાપ્રસાદના જન્મ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

પ્રતિનિધિ સંજેલી: સંજેલી તાલુકા પ્રાથમિક શાળામાં ડો.શ્યામાપ્રસાદમુખર્જી ના જન્મ દિવસને લઈને સાંસદ જશવંતસિંહ ભાભોરની આગેવાની હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

સંજેલી રાજમહેલ રોડ પર આવેલી તાલુકા પ્રાથમિક શાળામાં ભારતીય જનસંઘના સ્થાપક પ્રખર રાષ્ટ્રવાદી ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ દિવસ ની ઉજવણીને લઈને દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોરની આગેવાની હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.ફતેપુરા ધારાસભ્ય રમેશભાઇ કટારા સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર જિલ્લા પાર્ટી પ્રમુખ શંકર અમલિયાર સંજેલી તાલુકા પાર્ટી પ્રમુખ જશુભાઇ બામણીયા મહામંત્રી રમેશ તાવિયાડ રામુભાઈ રાઠોડ તાલુકા ના અધિકારી વનવિભાગનો સ્ટાફ પોલીસ તંત્ર સહિત ભાજપ કાર્યકરો અને સરપંચો માર્ક્સ તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.