બાયડમાં માસ્ક ન પહેરનાર નાગરિકો દંડાયા મામલતદાર દ્વારા વિવિધ ટીમો બનાવી અંદાજે ૧૦ હજારનો દંડ વસૂલાયો
અરવલ્લી જિલ્લામાં કોરોના નો કહેર યથાવત રહે તો અત્યાર સુધી ૨૫૫ નો આંક વટાવી ચૂકયા છે ત્યારે તંત્ર સફાળું જાગ્યું છે અરવલ્લી જિલ્લામાં કોરોનાવાયરસ સામે રક્ષણ મેળવવા માટે અને તેની સામે કાળજી રાખવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરવું તેમજ એકબીજા વચ્ચે જરૂરી અંતર રાખવા માટે વારંવાર વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા કરવામાં આવે છે
આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તો કોરોના વાઇરસનો ચેપ ફેલાતો અટકે છે એના માટે બાયડ નગરપાલિકા ની ટીમ દુકાને દુકાને જઈ માસ્ક ના પહેરેલ હોય તેવા દુકાનદાર પાસેથી રૂપિયા 200 લેખે દંડ વસૂલવામાં આવે છે અને સમજાવવામાં આવે છે કે માસ્ક જરૂર પહેરો અને જરૂરી ડિસ્ટન્સ જાળવો જ્યારે બાયડ મામલતદાર દ્વારા વિવિધ ટીમો બનાવી અંદાજે 50 ગ્રાહક પાસેથી રૂપિયા 10000 રૂ અંકે રૂપિયા દસ હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે જેમાં બાયડ મામલતદાર શ્રી નાયબ મામલતદાર તલાટી વિવિધ ટીમો બનાવી દંડ વસૂલવામાં આવ્યો જિલ્લાની જનતાને કોરોના સંક્રમણ થી બચાવવા માસ્ક પહેરીને બહાર નીકળવા અને એકબીજાથી જરૂરી અંતર રાખવા વારંવાર અનુરોધ કરવામાં આવી રહ્યો છે
જિલ્લામાં આરોગ્ય વિભાગ અને જનજાગૃતિ અભિયાન દ્વારા પણ પ્રજાજનો જાગૃત થાય અને માસ્ક પહેરીને બહાર નીકળે તે માટે બાયડ મામલતદાર દ્વારા દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તેમજ બાયડ નગરપાલિકા દ્વારા પણ દંડની ઝુંબેશ હાથ ધરવામાં આવી જેમાં બાયડ મામલતદાર ઓફીસ માં દિલીપભાઈ સાથે ટેલિફોનિક વાત થતો બાયડમાં અંદાજે ૫૦થી વધુ નાગરિકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો બાયડમાં દંડ વસુલવાની ઝુંબેશના કારણે નાગરિકો જાગૃત થાય અને માસ્ક પહેરી મોં ઢાંકીને વાયરસથી પોતાની જાતનો બચાવ કરી કોરોના વાયરસના સંક્રમણથી બચ્ચે અને કોરોના સંક્રમણ થતું અટકાવવામાં પોતાનું યોગદાન આપે