ભરૂચ જીલ્લાના એકમોમાં બહારથી આવતા કામદારો ઉપર રોક લગાવતો પરિપત્ર જાહેર કરતુ જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર
જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના સંયુક્ત ઉદ્યોગ કમિશ્નર પાસે જ વડોદરા અને ભરૂચ નો ચાર્જ : અઠવાડીયા માં ત્રણ દિવસ ભરૂચ માં ફરજ ઉપર આવે છે- ભરૂચ જીલ્લા માં ઈન્ડસ્ટ્રીયલ કંપનીઓમાં બહાર થી આવતા કામદારો કોરોનાના સાથે લાવતા હોવાના પગલે નિર્ણય.
કોરોનાને લઈ ભરૂચ જીલ્લાના પ્રભારી શાહમીના હુસેન એક્શન માં.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા ના ઔદ્યોગિક વિસ્તાર માંથી કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું હોવાના અનુમાન ના પગલે તેમજ ભરૂચ જીલ્લા માં કોરોના દિવસે દિવસે વકરી રહ્યો હોવાના કારણે ભરૂચ ના પ્રભારી સતર્ક થઈ રહ્યા છે.જેના પગલે ભરૂચ જીલ્લા ની ઔદ્યોગિક વસાહતો માં અન્ય જીલ્લાઓ માંથી આવી રહેલા લોકો કોરોના ને સાથે લાવતા હોવાના પગલે ભરૂચ જીલ્લાની સાત ઔદ્યોગિક વસાહતો માં બહાર થી આવતા કામદારો ને અંકુશ માં લેવાના ભાગરૂપે ભરૂચ જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પરિપત્ર બહાર પડાયો છે.પંરતુ ભરૂચ જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના સંયુક્ત ઉદ્યોગ કમિશ્નર પાસે જ ભરૂચ અને વડોદરા નો ચાર્જ હોવાના કારણે અઠવાડિયા માં ત્રણ દિવસ ભરૂચ માં સેવા આપી રહ્યા હોવાની માહિતી સાંપડી રહી છે.
ભરૂચ જીલ્લા માં સતત કોરોના વાયરસ નું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે અને મોડે મોડે પણ જાગેલા તંત્ર એ ભરૂચ જીલ્લા માં સવારના ૭ થી સાંજ ના ૪ વાગ્યા સુધી બજારો ખુલ્લા રહી શકશે અને ત્યાર બાદ સદંતર બજારો બંધ રાખવાનું જાહેરનામું જીલ્લા વહીવટી તંત્ર એ તાત્કાલીક પ્રસિદ્ધ કર્યું છે.ત્યારે ભરૂચ જીલ્લા માં લોક ડાઉન ના સમય ગાળા દરમ્યાન બેરોજગાર બનેલા પરપ્રાંતીયો પોતાના વતન પહોંચી જતા ભરૂચ જીલ્લા ના ઉદ્યોગો પડી ભાંગ્યા હતા.ત્યારે કેટલાક ઉદ્યોગો માં કામદારો ને અન્ય રાજ્ય અને જીલ્લાઓ માંથી લાવવામાં આવી રહ્યા છે.
જેના કારણે બહાર થી આવતા લોકો કોરોના ને સાથે લઈ ને આવતા હોય અને તેવા કામદારો અન્ય લોકો ના સંર્પક માં આવતા કોરોના વાયરસ નું સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું હોવાના અનુમાન ના પગલે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલા સર્વે માં ઓદ્યોગિક વસાહતો માંથી કોરોના નું સંમક્ર્ણ વકરી રહ્યું હોવાની વાત ને લઈ આખરે ભરૂચ જીલ્લા ના પ્રભારી શાહમીના હુસેને વિવિધ વિસ્તારોની અને કન્ટેનમેન્ટ એરિયાઓ ની મુલાકાત લઈ કોરોના સંક્રમણ ને નાથવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પંરતુ કોરોના નું સંક્રમણ જીલ્લા માં સતત વધી રહ્યું છે અને ભરૂચ જીલ્લા ની સાત ઓદ્યોગિક વસાહતો માં ધમધમી રહેલા ઉદ્યોગો માં કામદારો ને રાજ્ય અને અન્ય જીલ્લાઓ માંથી લાવતા હોવાના ના પગલે કોરોના નું સંક્રમણ વધુ રહ્યું હોવાના પગલે ભરૂચ જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ભરૂચ જીલ્લા ઈન્ડસ્ટ્રીયલ એઓસિએશન તથા તમામ એકમો ને સંબોધતું પ્રતિબંધિત પત્ર ઈશ્યુ કરવામાં આવ્યું છે.
જેમાં તમામ એકમો માં કામ કરતા કોઈપણ શ્રમયોગીઓ માં સંક્રમણ ના લક્ષણ જણાઈ તેવા શંકાસ્પદ કામદારો ની માહિતી તાત્કાલીક તમારા એરિયા ના પ્રભારીને તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ભરૂચ ને ફરજીયાત જાણ કરવાની તથા એકમે મુવમેન્ટ રજીસ્ટર તથા ટ્રક ડ્રાઈવર અને ક્લીનર નું સ્ક્રીનિંગ કરી રેકર્ડ નિભાવવાનો રહેશે અને શંકાસ્પદ જણાઈ તો તાત્કાલીક વહીવટી તંત્ર ને જાણ કરવી.એકમ ના કોન્ટ્રાકટર ના તેમજ કંપની ના તમામ કામદારો અન્ય રાજ્ય કે સુરત અને વડોદરા જીલ્લા કે અન્ય જીલ્લા માંથી ભરૂચ જીલ્લા માં અપડાઉન કરવું નહિ જેવા વિવિધ મુદ્દાઓ ઉપર ભરૂચ જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર એ પરિપત્ર ઈશ્યુ કર્યો છે.
ભરૂચ જીલ્લા ના ઉદ્યોગો માં અન્ય રાજ્ય અને જીલ્લો માંથી કામદારો અવરજવર ન કરી શકે તે માટે ભરૂચ જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર એ પરિપત્ર ઈશ્યુ કર્યો છે.ત્યારે ભરૂચ જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના કમિશ્નર પાસે જ વડોદરા અને ભરૂચ નો ચાર્જ હોવાના કારણે ખુદ કમિશ્નર જ વડોદરા થી ભરૂચ અપડાઉન કરી રહ્યા છે.ત્યારે પરિપત્ર કેટલો યોગ્ય કહી શકાય.કમિશ્નર ખુદ કોરોના ને સાથે લઈ ને આવે અન્ય કર્મચારીઓ ને સંક્રમિત કરે તો જવાબદાર કોણ?તેવી ચર્ચાઓ એ ભારે જોર પકડ્યું છે.
ઉદ્યોગ એકમો માં કોરોના સંક્ર્મણ અટકાવવા માટે પ્રભારી અધિકારીઓ ની સમિતિ ની રચના કરી નિમણુંક કરવામાં આવી છે.
(૧) વાગરા તાલુકા ના એકમો માટે એન.ડી.વાઘેલા નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ભરૂચ ની નિમણુંક.
(૨) અંકલેશ્વર જીઆઈડીસી માટે આર.આર.વ્યાસ જીપીસીબી અંકલેશ્વર ની નિમણુંક.
(૩) ઝઘડિયા,વાલીયા અને નેત્રંગ તાલુકા ના એકમો માટે જે.એ.મકવાણા મદદનીશ શ્રમ આયુક્ત ભરૂચ ની નિમણુંક.
(૪) ભરૂચ,જંબુસર,આમોદ,હાંસોટ અને પાલેજના એકમો માટે એફ.એમ.મોદી રીજીનીયોલ મેનેજર જીપીસીબી ની નિમણુંક.
(૫) પાનોલી જીઆઈડીસી અને અંકલેશ્વર તાલુકા ના એકમો માટે આર.સી.પટેલ રીજીનીયોલ મેનેજર જીઆઈડીસી ભરૂચ ની નિમણુંક.
જીલ્લાના ઉદ્યોગો માં બહાર થી આવતા વાહનચાલકો ની પણ ચકાસણી જરૂરી.
ભરૂચ જીલ્લા માં ધમધમી રહેલા ઉદ્યોગો માં બહાર થી આવતા વિવિધ કેમીકલો સહીત ની સામગ્રી ટેન્કરો તથા ટ્રકો માં આવતી હોય છે.ત્યારે આ વાહનો ના ડ્રાઈવર અને ક્લીનરો પણ કોરોના સંક્રમિત હોવાની ઘટનાઓ દહેજ અને અંકલેશ્વર માં નોંધાઈ ચુકી છે.ત્યારે ભરૂચ જીલ્લા ના ઉદ્યોગો ના પ્રવેશ દ્વાર નજીક બહાર થી આવતા વાહનો ના ડ્રાઈવરો અને ક્લીનરોની કોરોના સંક્રમિત અંગેની ચકાસણી કરવામાં આવે જેથી બહાર થી આવતા લોકો અન્ય લોકો ને કોરોના નું સંક્રમિત ન કરી શકે તેથી જરૂરી છે.