Western Times News

Gujarati News

માણાવદરમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાં વિનામૂલ્યે ઇન્ટરનેટ આપવા માંગણી

(જીજ્ઞેશ પટેલ દ્વારા ):  હાલમાં કોરોના વાયરસને કારણે બધી બાજુ વાલી તથા વિદ્યાર્થીઓની માઠી બેઠી છે. ત્યારે હાલ ઓનલાઇન શિક્ષણ આપવાની પધ્ધતિ થી વધુ કફોડી સ્થિતિ માં વાલીઓ તથા વિદ્યાર્થીઓ મુકાયા છે હાલમાં મોબાઇલ માં ઓનલાઇન શિક્ષણ શરૂ તો કરવામાં આવ્યું છે પરંતુ તેની સૌથી ખરાબ અસર શારીરિક તથા આર્થિક રીતે થઇ છે.

ધણા બધા પરિવારો પાસે ફોરજી મોબાઇલ નથી જેથી અભ્યાસ અધુરો રહે છે. ઉપરથી માનસિક તણાવ વધે છે જેની અસર વિદ્યાર્થીઓ ઉપર ખરાબ પડે છે રોજગાર ધંધા , નોકરીની આવકો પણ બંધ થતા તેમા મધ્યમ અને ગરીબ વર્ગ ને કોઈ રીતે પરવડે તેમ નથી .જેથી વાલીઓને વિદ્યાર્થીઓના ભાવિ ની ચિંતા કોરી ખાય છે. અને જાયે તો જાયે કહા ? એવી સ્થિતિમાં વાલીઓ મુકાયા છે. મોબાઈલમાં સ્ક્રીન નાની હોય છે જેથી અભ્યાસ માટે અક્ષર નાના દેખાતા હોય વિદ્યાર્થીઓની આંખોને પણ નુકશાન થાય છે. જેથી તાકીદે વિદ્યાર્થીઓને ટેબલેટ સાથે વિનામૂલ્યે ઇન્ટરનેટ મળે તેવી વ્યવસ્થા તંત્ર દ્રારા કરવામાં આવે તેવી માણાવદર ના વાલીઓમાં પ્રબળ માંગણી ઉઠવા પામી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.