Western Times News

Gujarati News

મોડાસા માર્કેટયાર્ડમાંથી રિક્ષામાં ઘઉંની ૮ બોરીની ઉઠાંતરી કરનાર બે શખ્સોને દબોચ્યા :સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી 

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા: મોડાસા માર્કેટયાર્ડમાં થોડા દિવસ અગાઉ  અનાજના વેપારીની દુકાન આગળ પડેલી ૮ ઘઉં ની બોરીની રીક્ષામાં ચોર ઉઠાંતરી કરી ફરાર થઇ ગયા હતા ઘઉંની બોરીની ચોરી કરનાર શખ્શો અને રિક્ષા માર્કેટયાર્ડમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી મોડાસા ટાઉન પોલીસને જાણ કરાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફુટેજના આધારે મોડાસા ટાઉન પોલીસે સીએનજી રીક્ષા સાથે ઘઉં બોરીની ચોરી કરનાર બે ચોરને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

મોડાસા નવા માર્કેટયાર્ડમાંથી શનિવારના રોજ સીરાજ બ્રધર્સ  અનાજના વેપારીની દુકાન પાસે પડેલી ૮ ઘઉંની બોરી કોઈક ઉઠાવી ગયું હતું. જેથી દુકાન માલીકે આસપાસ તપાસ કરી પરંતુ ચોર આ ઘઉંની બોરી લઈ યાર્ડમાંથી રફુચક્કર થઈ ગયો હતો. આ ઘટના અંગે યાર્ડના કર્મચારીને રજૂઆત કરાઈ હતી.આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.જેથી સીસીટીવી ફુટેજના આધારે ચોર ને શોધવાની તજવીજ હાથ ધરાઈ હતી આ અંગે મોડાસા ટાઉન પોલીસને જાણ કરાતાં પોલીસે સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગના આધારે ઘઉંની બોરીની ચોરીમાં વાપરેલ રીક્ષા સાથે ૧)અબ્દુલ કરીમ મુલતાની (રહે,સદાકત સોસાયટી,મોડાસા ) અને 2)યુનુસ અનવર ભટ્ટી (રહે,કઉં,-સાગના મુવાડા) ને દબોચી લઈ ઘઉંના કટ્ટા નંગ-૮ કીં.રૂ.૧૦૦૦૦/- તથા રિક્ષા મળી કુલ.રૂ.૯૦૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.