Western Times News

Gujarati News

મૂર્તિમંત કોમ્પ્લેક્ષમાં લોકડાઉન દરમ્યાન તસ્કરો ત્રાટક્યા હતા

File

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: લોકડાઉન બાદ શરૂ થયેલી ગેરકાયદેસરની પ્રવૃતિઓ હવે રોજેરોજની ઘટના બની ચુકી છે. શહેરમાં નાગરીકો ચેઈન સ્નેચિંગ, ચોરી અને લૂંટાફટની ઘટનાઓથી ત્રસ્ત બની ગયા છે. બીજી તરફ સતત પેટ્રોલીંગ કરવા છતાં ચોર પોલીસના હાથમાં નથી આવી રહ્યા. પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છતાં બેફામ તસ્કરોમાં કોઈ પ્રકારની બીક ન હોય એમ લાગી રહ્યુ છે. આ સ્થિતિમાં કાલુપુર, ઈસનપુર તથા માધુપુરામાં ચોરીની ઘટનાઓ બહાર આવી છે.

પ્રથમ બનાવ કાલુપુર પોલીસની હદમાં આવેતા રીલીફરોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પ્લેક્ષમાં બન્યો છે. મોબાઈલ ફોન તથા એસેસરીઝ માટે વિખ્યાત એવા આ કોમ્પ્લેક્ષમાં રશિયન કવર હાઉસ નામે દુકાન ધરાવતા જીતેન્દ્રભાઈ કૃપલાણીએ લોકડાઉનના પગલે ત્રણ મહિના બાદ ગુરૂવારે સવારે દુકાન ખોલી હતી. જાે કે અંદરનું દ્રષ્ય જાેતા તેમના હોંશ ઉડી ગયા હતા. જીતેન્દ્રભાઈની દુકાનનો સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. જેથી તેમણેે સામાનનો હિસાબ કરતા તેમાંથી સ્માર્ટ વાૅચ, ચાર્જર, હેન્ડફ્રી, સ્પીકર જેવી વસ્તુઓ મળી કુલ ૮૩,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ ગાયબ હતો. આ અંગે તેમણેે પોલીસને જાણ કરી હતી.

ઈસનપુરમાં પણ મોબાઈલની દુકાનમાં જ ચોરી થઈ હતી. અશોકભાઈ ચૌધરી ગોવિંદવાડી ચામુડા કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવે છે. બુધવારે રાત્રે દુકાન બંધ કરીને ગયા બાદ ગુરૂવારે સવારે પરત ફરતાં તેમની દુકાનમાં તાળા તૂટેલા હતા અને શટર પણ અડધું ઉંચુ થયેલુ હતુ. જેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બાદમાં તમામ સામાન ચેક કરતાં મોબાઈલ ફોન, કેમેરા ડીવીઆર, ફોનના ડીસ્પ્લે સહિત કુલ પ૩ હજારની કિંમતનો મુદ્દામાલ ચોરાયેલો હોવાનું માલુમ પડ્યુ હતુ. જ્યારે માધુપુરામાં ત્રાટકેલા તસ્કરો તો સોસાયટીનુ સીસીટીવી કેમેરા ચોરી ગયા હતા.

ફકટરી માલિક રાજેશભાઈ જૈન વૈભવ એપાર્ટમેન્ટ, બોમ્બે ગેરેજ સામે, શાહીબાગ ખાતે રહે છે. એ સોસાયટીના સેક્રેટરી પણ છે. ગુરૂવારે તે સોસાયટીના સીસીટીવીની નિત્યક્રમ મુજબ તપાસ કરવા જતાં ઈ બ્લોકના પાર્િંકગ કેમેરા બંધ હાલતમાં જણાયો હતો જેથી તેમણે તપાસ કરતાં  પાર્કિગથી કેમેરો જ ગાયબ હોવાનું જાણવા મળ્યુ હતુ. પોલીસે ચોરીની ફરીયાદ લઈ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.