Western Times News

Gujarati News

ટામેટાંના ભાવમાં વધારો – કિલોના ૬૦ રૂપિયા થયા

નવી દિલ્હી: દેશના મોટાભાગના શહેરોમાં વરસાદ શરૂ થતાંની સાથે જ ટામેટાંના ભાવ પ્રતિ કિલો વધીને ૬૦ રુપિયા થઈ ગયા છે. કેટલાંક શહેરોમાં તો ૭૦ અને ૮૦ રૂપિયાના ભાવે કિલો પણ ટામેટાં વેચાઈ રહ્યા છે. જ્યાં ટામેટાનુ ઉત્પાદન થાય છે તે રાજ્યોના શહેરો હૈદ્રાબાદ, ચેન્નાઈ અને બેંગ્લોરમાં પણ ટામેટાનો ભાવ ૩૦ થી ૪૦ રુપિયા કિલો છે.

કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને વધતા ભાવો અંગે કહ્યું હતુ કે, સીઝન નહીં હોવાના કારણે સામાન્ય રીતે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ટામેટાના ભાવ વધતા હોય છે.ટામેટા જલદી ખરાબ થઈ જતા હોવાથી તેના ભાવમાં ઉતાર ચઢાવ આવતા રહેતા હોય છે. યુપી, રાજસ્થાન, ઝારખંડ, પંજાબ, તામિલનાડુ, કેરલ અને અરુણાચલ પ્રદેશમાં ટામેટાનુ ઉત્પાદન ઓછુ થાય છે. આ રાજ્યો ટામેટા માટે બીજા રાજ્યો પર આધારિત છે.દેશમાં ૧.૧૫ કરોડ ટન ટામેટાની વાર્ષિક ખપત થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.