Western Times News

Gujarati News

બાયડ નગરપાલિકાનો  મહત્વનો નિર્ણય  સવારે ૭થી ૨ વાગ્યા સુધી ખુલ્લા રહેશે બજારો 

કોરોનાવાયરસ ની મહામારી ને કારણે પોઝિટિવ કેસ ની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી ૨૭૨ નો અંક કોરોના પોઝિટિવ દર્દીઓના થવા પામ્યા છે તેવામાં જિલ્લાના તાલુકા મથકો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે કોરોના ની આ મહામારી વચ્ચે બાયડ ખાતે પણ કેસોની સંખ્યા વધી રહી છે અને બાયડમાં પણ કોરોનાનુ સ્થાનિક સંક્રમણ વધી રહ્યું છે બજારમાં માસ્ક વગર લટાર મારતા તેમજ બજારમાં સોશિયલ ડિસ્ટન્સ નજળવાતો બાયડ નગરપાલિકાએ સવારે ૭થી ૨ વાગ્યા સુધી નો સમય  બજાર ખુલ્લું રહેશે.

 

આજરોજ નગરપાલિકા દ્વારા બાયડના તમામ પ્રકારના  વ્યાપાર કરતા વેપારી એસોસિએશનના હોદ્દેદારો તથા સહ હોદ્દેદારો સાથે મીટિંગ કરી અને નિર્ણય કરવામાં આવ્યો કે કોરોનાવાયરસ ની  મહામારી ના પગલે  તેમજ  રેડ ઝોન જાહેર કરેલો હોય  બાયડ નગરપાલિકા વિસ્તારમાં  આજુબાજુનાં ગામડાંમાંથી  લોકોના મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોય  નગરના નાગરીકોના જાહેર આરોગ્ય સુખાકારી અને સલામતીના ભાગરૂપે બાયડ શહેરની  દવાઓ તથા દૂધ ની સેવાઓ  સિવાયની તમામ વેપાર ધંધા  ૧૫/ ૭ /૨૦૨૦ થી ૩૧/ ૭ /૨૦૨૦ સુધી સવારના ૭-૦૦ કલાક થી બપોરના ૨-૦૦ કલાક સુધી બજારો ખુલ્લા રાખવા અને બાકીના સમય દરમિયાન સંપૂર્ણ બજારો બંધ રાખવા વ્યાપારી એસોસિએશન સાથે સમજૂતી કરી નિર્ણય કરવામાં આવ્યો છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.