Western Times News

Gujarati News

કોરોના વાયરસના ફેલાતા સંક્રમણને લઈને જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસવડાએ સરકારી હોસ્પિટલ તેમજ કન્ટેનમેન્ટ એરીયાની મુલાકાત લેતા સ્થાનિક તંત્ર દોડતું થયું.

નગરની સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ સહિત કન્ટેનમેંટ એરિયા(ઝોન)ની મુલાકાત

જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા પોલીસ વડાની મુલાકાત થી સ્થાનિક તંત્ર દોડતું થયું.

જાહેર કરેલા કન્ટેન્મેન્ટ ઝોનમાં દુકાનો બંધ કરાવી અધિકારીઓની મુલાકાત કરાવી.

દે.બારીઆ :-  દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં કોરોના વાયરસના સંક્રમણ ફેલાતા એક પછી એક એમ કોરોના પોઝિટિવ કેસ આવતા ઉચ્ચ સ્તરીય તંત્ર સાબદુ થયું હોઈ તેમ જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડી તેમજ જિલ્લા પોલીસવડા શ્રી હિતેશ જોયસર દ્વારા નગરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં કોવિડ-૧૯ અંતર્ગત બનાવેલ આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી. તે પછી નગરના સ્ટેશનશેરી વિસ્તારમાં આવેલ બૂટાલા હોસ્પિટલમાં જ્યાં હોસ્પિટલમાં ફરજ બજાવતા બે કર્મીઓને પોઝિટિવ આવતા બિલ્ડિંગને પતરા મારી સિલ કરવામાં આવ્યું છે. અને તે વિસ્તારને કન્ટનમેંન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો છે

તે વિસ્તારની પણ મુલાકાત લીધી હતી. ત્યારે કલેક્ટરશ્રી અને પોલીસ વડાની આ મુલાકાત થી સ્થાનિક તંત્ર દોડતું થયું હોઈ તેમ કન્ટેનમેન્ટ એરિયા(ઝોન)માં આવેલ અને રોજ ખુલતી દુકાનોને તાત્કાલિક બંધ કરાવી હતી. જિલ્લાના અધિકારીઓને આ કન્ટેનમેન્ટ એરિયાની મુલાકાત કરાવી હતી. ત્યારે જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા સપ્રાઇઝ વિઝીટ કરવામાં આવે તો સ્થાનિક તંત્રની અનેક પોલ બહાર આવે તેમ છે. ત્યારે નગરમાં વેપારી મંડળ દ્વારા સ્વેચ્છાએ સવારે સાત થી સાંજના ચાર વાગ્યા સુધી દુકાનો ખોલવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે વેપારીઓ દ્વારા નક્કી કરેલ સમય પ્રમાણે દુકાનો બંધ કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.