ટવીટર પર મોટો સાયબર એટેકઃ હેકરોએ વિશ્વની નામાંકીત હસ્તીઓના એકાઉન્ટ હેક કર્યા
અમદાવાદ: પૂરા વિશ્વમાં લોકોપ્રિય એવી ટ્વીટર વેબસાઈટ ઉપર અજાણ્યા હેકરો છે હેકરોએ હુમલો કરીને વિશ્વની નામાકિત કંપનીઓના સીઈઓ તથામોટા નેતાઓ ટવીટર એકાઉન્ટ હેક કર્યા બાદ તેના બદલામાં બિટકોઈનની માંગણી કર્યાનું બહાર આવ્યુ છે.
અમેરીકાના સમય મુજબ બુધવારે સાજે એક બાદ એક અજાણ્યા હેકરોએ બિલ ગેટસ એલન મસ્ક જાેફ બેઝોસ ઉપરાંત બરાક ઓબામાં જાે બિડેન ઈઝરાયલના વડા પ્રધાન નેતાન્યાહું ખુદ ટવીટર વડા જે કે ડોસીનું પણ એકાઉન્ટ હેક કરવામાં આવ્યુ હતુ અને તમામના એકાઉન્ટ એક સરખો મેસેજ કરીને બિટકોઈનની માંગણી કરવામા આવી હતી આ અંગે ટવીટર સિક્યુરીટી અધિકારીઓ તુરત જ જાણકારી આપી હતી.
બાદમા સાયબર એકસપર્ટની ટીમે આ તમામ એકાઉન્ટસ ને રીકરવી કરવા ઉપરાંત હેકરોને શોધી કાઢવા પ્રયત્નો શરૂ કર્યા હતા એક સાથે વિશ્વની ઘણી નામાકિત હસ્તીઓ એકાઉન્ટ હેક થતા સમગ્ર સાયબર વિશ્વમા ઉહાપોહ મચી ગયો છે.