Western Times News

Gujarati News

સુરતમાં અલણાતવ્રત ઉજવણી નિમિત્તે યોજાયેલ મહેદી સ્પર્ધા

અલણાવ્રત ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૦૭/ર૦૧૯ના પરવત  કોમ્યુનિટી હોલ, સુરત ખાતે યોજાયેલ મહેદી સ્પર્ધા ભારતીય લોક સંસ્કૃતિ અને વૈવિધ્ય સભર સાંસ્કૃતિક વિરાસતના જતન કરવાના ભાગરૃપે સુરત મહાનગરપાલિકા અનેક વિંધ પ્રયત્ન કરતી આવી છે. અલુણાવ્રત ઉજવણીની સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખવા સુરત મહાનગરપાલિકા દ્વારા મહેંદી અને ગોરમાગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

સુખ સમૃધ્ધમય પરણિત ભાવિની કલ્પના સાકાર કરવાના હેતુસર અને ભારતીય સંસ્કૃતિમાં બાલિકાઓ, કન્યાઓ અને મહિલાઓ માટે જ વિશેષરૂપે ઉજવાતા આ ઉત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૫/૦૭/ર૦૧૯ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે ખુલ્લા વિભાગની સાદી મહેંદી અને અરેબિક મહેંદી સ્પર્ધા પરવત કોમ્યુનિટી હોલ, પરવતગામ, સુરત ખાતે યોજવામાં આવી હતી.

આ પ્રસંગે માન.દંડકશ્રીમતી દક્ષાબેન જરીવાળા, સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષા શ્રીમતી રશ્મિકાબેન પટેલ તથા અન્ય મહાનુભાવોના વરદ્‌ હસ્તે દિપ પ્રાગ્ટય કરી સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. યુવતીઓમાં રહેલી સુષુપ્ત શકિતને બહાર લાવવા અને સાંસ્કૃતિક વારસાના જતન અને સંવર્ધન માટે સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં નગરજનોને ભાગ લેવા હિમાયત કરી હતી.

ભારતીય પરંપરામાં શુકન ગણાતી હાથે મહેંદી મુકવાની પ્રણાલીને અનુસરતા સાદી અને અરેબિક મહેંદી સ્પર્ધા મળી ૧ ૮૦૦ જેટલી મહિલાઓએ ઉમંગભેર ભાગ લઈ અવનવી ડિઝાઈનમાં હાથે મહેંદી મુકી હતી. સ્પર્ધાને અંતે નીચે મુજબના સ્પર્ધકો વિજેતા જાહેર થયા હતા.   સાંસ્કૃતિક વારસાના જતન અને સંવર્ધન માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજીત આ સાદી અને અરેબિક મંહેદી સ્પર્ધાના વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીશ્રીઓ તથા નિર્ણાયકશ્રીઓના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સ્મૃતિભેટ આપવામાં આવી હતી.

અલણાવ્રત ઉજવણી નિમિત્તે તા.૧ ૮/૦૭/ર૦૧૯ના રોજ યોજાનાર ગોરમાગીત સ્પર્ધામાં અગાઉથી રજીસ્ટ્રેશન
કરાવેલ શાળાઓએ સમયસર ઉપસ્થિત રહેવા નોંધ લેવી તથા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા જાહેર જનતાને નિમંત્રણ છે. ૧૮/૦૭/૨૦૧૯ | સવારે ૧૦.૦૦ ગોરમાગીત સ્પર્ધા પ્રાથમિક વિભાગ પરફાૉમિંગ આર્ટ સેન્ટર, મંગળવાર એલ.પી.સવાણી-ડૉ.વિક્રમભાઈ સારાભાઈ માર્ગ, અડાજણ, સુરત.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.