જંબુસર દશામાંની મૂર્તિ વેચાણમાં નરમાઈ તેમજ ભાવમાં ત્રીસ ટકાનો વધારો

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: દશામાં વ્રતની ઉજવણી દસ દિવસ દરેક ભાવિક ભક્તો ધૂમધામથી કરતા હોય છે.દશામના વ્રત સોમવતી અમાસના રોજથી શરૂ થનાર હોય વ્રતને માંડ ચાર પાંચ જેટલા દિવસો બાકી છે.ત્યારે જંબુસર માં દશામાંની મૂર્તિ ખરીદીમાં નિરશતા જોવા મળે છે
હાલ જંબુસરમાં કારોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતાં બજારો પણ વહેલા બંધ થઈ જાય છે અને જનતા પણ કોરોના ડરને કારણે બહાર નીકળવાનું ટાળતા હોય તથા ગામડાની બસો પણ બંધ હોય મૂર્તિ વેચનારા વેપારીઓને મૂર્તિ વેચાણમાં નરમાઈ જોવા મળે છે.દશામાં મૂર્તિ વેચાણ કરતા વહેપારીના જણાવ્યા મુજબ દર વર્ષની જેમ ચાલુ સાલે મૂર્તિનું વેચાણ ઓછું છે તથા મૂર્તિના ભાવમાં ૩૦ ટકાનો વધારો નોંધાયો છે. આ સહિત મૂર્તિ ખરીદી કરવા આવતા ગ્રાહકોને સેનેટાઈઝર થી હાથ સફાઈ કરવામાં આવે છે તથા મોડે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરાવવામાં આવે છે.