Western Times News

Gujarati News

ઝઘડિયા BTS દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી અલગ ભીલીસ્થાનની માંગણી કરી

આવેદનપત્રમાં સરદાર પ્રતિમા પ્રોજેક્ટ દ્વારા આદિવાસી સમુદાય અને બરબાદ કરવાનું કારસ્તાન ગણાવ્યુ છે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: આવેદનપત્રમાં નવ જેટલા મુદ્દાઓ ટાંકી આદિવાસી સમુદાય આરક્ષિત વિસ્તાર ને,આદિવાસી સમુદાયને, આદિવાસી સંસ્કૃતિને બચાવવા માટે અનુસૂચિ ૫ ની અમલવારી કરવા તેમજ અન્ય પ્રશ્નોનું નિરાકરણ લાવા જણાવાયુ છે. ઝઘડિયા ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને લખેલ આવેદનપત્ર ગતરોજ ઝઘડીયા મામલતદારને બીટીએસ ના આગેવાનોની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં તેમણે અલગ ભીલીસ્થાન પ્રદેશની માંગણી કરી છે, તે ઉપરાંત સરદાર પ્રતિમા પ્રોજેક્ટ દ્વારા આદિવાસી સમુદાય અને બરબાદ કરવાનું કારસ્તાન જણાવ્યું હતું તથા આદિવાસી સમુદાય આરક્ષિત વિસ્તારને, આદિવાસી સમુદાયને, આદિવાસી સંસ્કૃતિને બચાવવા માટે અનુસૂચિ ૫ ની અમલવારી કરવા તેમજ અન્ય સળગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાબત રજૂઆત કરી છે.

ઝઘડિયા ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને લખેલ આવેદનપત્ર ગતરોજ ઝઘડીયા મામલતદારને બીટીએસ ના આગેવાનોની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં મુખ્ય મુદ્દાઓ માં શિક્ષણ, આરોગ્ય, રોજગારી, સિંચાઈ, જમીન સંરક્ષણ, પેસા કાનૂન ૧૯૯૬ની અમલવારી, અનુસૂચિ ૫ ની અમલવારી, ભીલીસ્થાન પ્રદેશની ભલામણ કરવા બાબત, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ દ્વારા આદિવાસી સમુદાય અને બરબાદ કરવાનું કારસ્તાન બાબત જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે.

ભીલીસ્તાન/ભીલ પ્રદેશની ભલામણમાં તેમણે જણાવ્યું છે કે અંગ્રેજ શાસકોથી દેશ આઝાદ થયો ૭૨ વર્ષ થયા છે. આ સમય દરમિયાન ભારત દેશના ઘણા નાના-મોટા ભાગલા પડ્યા છે.જેમકે અફઘાનિસ્તાન,પાકિસ્તાન,બર્મા, શ્રીલંકા,બાંગ્લાદેશ તથા ભૂતાન ત્યાર બાદ ભારતના રાજ્યો અસ્તિત્વમાં આવ્યા છે.

જેમકે ૧૯૬૦માં મહારાષ્ટ્ર રાજ્ય માંથી ગુર્જર સમુદાયના આધારે ગુજરાત રાજ્ય, આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ,પશ્ચિમ બંગાળ માંથી બિહાર,બિહાર માંથી ઝારખંડ,પંજાબ માંથી ઉત્તરાખંડ તથા અન્ય ઘણા રાજ્યના જિલ્લાઓનું વિભાજન થયું છે.તથા ઘણા નવા તાલુકાઓ પણ અસ્તિત્વમાં આવ્યા છે.જેથી આદિવાસી સમુદાય પણ ગુજરાતના પૂર્વ પટ્ટી ઉમરગામ થી લઈને અંબાજી સુધીના ૧૪ જિલ્લાઓમાં ૯૬ ટકા વસ્તી ધરાવે છે.ગુજરાતની આ પૂર્વ પટ્ટી પાડોશી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલા છે અને ત્રણે રાજ્યોના બોર્ડર વિસ્તારોમાં પણ મોટાભાગની વસ્તી આદિવાસી સમુદાયની છે,

જ્યારે રાજ્યના આદિવાસીઓની રહેણીકરણી પરંપરાઓ રીતરિવાજ એકબીજા સાથે મળતા આવે છે.આ ચારેય રાજ્યોના વિસ્તાર અંગ્રેજ શાસન દરમિયાન ભીલ કન્ટ્રી તરીકે ઓળખવામાં આવતો હતો પરંતુ દેશ આઝાદ થતાં આ ભીલ કન્ટ્રીને ચાર રાજ્યોમાં વહેંચી દેવામાં આવી અને આદિવાસી સમુદાયને વિખુટો પાડી દેવામાં આવ્યો તેમ તેમણે જણાવ્યું હતું. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થાપિત કરવામાં આવેલ છે જે પ્રોજેક્ટ ત્યાંના ૭૨ ગામના આદિવાસીઓ માટે કાળ સાબિત થયેલ છે. અગાઉ નર્મદા ડેમ બનાવી લગભગ ૧૪૦ જેટલા આદિવાસી ગામો વિસ્થાપિત કર્યા તેમના વારસદારોની ત્રીજી પેઢી ને આજ દિન સુધી ન્યાય મેળવવા માટે વલખા મારવા પડે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રોજેક્ટ નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા લાવવામાં આવ્યા છે જેમાં ગરૂડેશ્વર તાલુકાના ગામોમાં વસતા લગભગ ૭૦ હજારથી વધુ આદિવાસીઓ પોતાની જમીન ઘર, મિલકત, વતન ગુમાવીને વિસ્થાપિત થવાના છે. આ વિસ્તારને અનુસૂચિ ૫ માં આવરી લેવાયેલ છે તેમ છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલોપમેન્ટ ટુરીઝમ ગવર્નન્સ એકટ ગુજરાત વિધાનસભામાં પાસ કરીને આદિવાસીઓની જમીન હડપ કરવાનું ષડયંત્ર કરવામાં આવેલ છે. જેથી કેવડીયા કોલોની વિસ્તારના આદિવાસી સમુદાયને બચાવવા માટે એસ.ઓ.યુ કાનૂન તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજુબાજુમાં પ્રવાસન નામે નાના-મોટા ૩૫ જેટલા પ્રોજેક્ટો સીટી મ્યુઝિયમ, એરપોર્ટ, રેલવે લાઇનો, ૩૩ રાજ્યોના ભવનો, વેલી ઓફ ફ્લાવર, ડાયનાસોર પાર્ક જેવા પ્રોજેક્ટો પણ અટકાવવામાં આવે તેવી માંગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.