Western Times News

Gujarati News

અરવલ્લી પોલીસ તંત્રનો બુટલેગરો અને જુગારીઓ પર સપાટો બોલાવ્યો

એલ.સી.બી પોલીસે ઈસરી નજીકથી સગીરાનું અપહરણ કરનાર શખ્શને બનાસકાંઠા માંથી દબોચ્યો

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા:અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા ગુન્હેગારો સામે શખ્ત કાર્યવાહી કરવા જીલ્લા પોલીસતંત્રને કડક સૂચના આપવામાં આવતા જીલ્લા પોલીસતંત્રે બુટલેગરો અને જુગારીઓ પર તવાઈ બોલવી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પરથી ટ્રકમાંથી ૯.૬૧ લાખનો વિદેશી દારૂ, ભિલોડા પોલીસે સ્વીફ્ટ કારમાંથી ૯૧ હજારનો,મોડાસા ટાઉન પોલીસે બે બાઈક, એક એક્ટિવા સાથે ૪ બુટલેગરોને ૨૭ હજારથી વધુના દારૂ સાથે દબોચી લીધા હતા.

પોલીસતંત્રએ બુટલેગરો પર ધોંસ વધારતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે માલપુર પોલીસે દલપતપુરા (અણીયોર) ગામની સીમ માં જુગાર રમતા ૪ શખ્સોને ૩૯ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જીલ્લા એલસીબી પોલીસે ઇસરી વિસ્તારમાંથી એક વર્ષ અગાઉ સગીરાનું બાઈક પર અપહરણ કરનાર શખ્શને બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરા સાથે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

શામળાજી પી.એસ.આઈ દેસાઈએ હરિયાણાના બુટલેગર જયેશ રાણાએ વડોદરા બુટલેગરને ૯.૬૧ લાખનો દારૂ પહોંચાડવા ટ્રકમાં નટ-બોલ્ટ કટ્ટા ની આડમાં સંતાડી ઘુસાડવાનો કીમીયો નકામો બનાવી રતનપુર ચેકપોસ્ટ પરથી બે શખ્સોને દબોચી લઈ ૨૧.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી હરિયાણાના બુટલેગર અને દારૂ મંગાવનાર વડોદરાના બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ભિલોડા પી.એસ.આઇ કે.કે.રાજપૂત અને તેમની ટીમે ટોરડા ગામની સીમમાં પોલીસ પેટ્રોલિંગ જોઈ રોડ પર સ્વીફ્ટ કારનો ચાલક કાર રોડ પર મૂકી નાસી છુટતા ભિલોડા પોલીસે બિનવારસી મળી આવેલ સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૬૦ કીં.રૂ.૯૧૯૬૯/- તથા સ્વીફ્ટ કાર મળી કુલ.રૂ.૨૯૧૯૬૯/- નો મુદ્દામાલ જપત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોડાસા ટાઉન પીઆઇ વાઘેલા અને તેમની ટીમે સહયોગ બાયપાસ ચોકડી નજીકથી બે બાઈક અને એક્ટિવા પર દારૂની ખેપ મારતા ૧) નરેશ સોનાજી બોરાણા,૨) ગોવિંદ કેવજીભાઈ કલાલ (બંને,રહે.ઓઢવ,અમદાવાદ) ,૩) સાગર ચંદુભાઈ સોની (નીકોલ) અને 4)ગોવિંદસિંહ ખુમાનસિંહ ચૌહાણ (રહે,ઘોડાસર) ને ઝડપી પાડી બોટલ નંગ-૩૯ કીં.રૂ.૨૭૯૦૦ /- સાથે કુલ મુદ્દામાલ મળી રૂ.૧૦૭૯૦૦/- જપ્ત કરી ચારે બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

 

માલપુર પીએસઆઇ સોલંકી અને પોલીસ સ્ટાફે દલપતપુરા (અણીયોર) ગામના વાંઘામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૧) શૈલેષ મનુભાઈ ખાંટ (રહે,ફતેપુરા-અણીયોર),૨)રાકેશ હરિભાઈ ખાંટ (વાંટા-રામપુર,ધનસુરા,૩)અરવિંદગિરી ગોવિંદગિરી ગોસ્વામી (બાવાનામઠ-મોડાસા,૪)મેહુલસિંહ ભંવરસિંહ રાઠોડ (રાજપૂતના મુવાડા-ધનસુરા) ને દબોચી લઈ રોકડ રકમ -૧૫૦૦૦/- ,બાઈક,મોબાઈલ-૨ મળી કુલ રૂ.૩૯૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ૪ શકુનિઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ આર.કે પરમાર અને તેમની ટીમે એક વર્ષ અગાઉ ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું બાઈક પર અપહરણ કરી જનાર મહેન્દ્ર બકાભાઈ બામણીયા (રહે,ખેરંચા,રામદેવ ફળિયું-ભિલોડા) ને બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ચેખલા ગામેથી ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.