Western Times News

Gujarati News

ટ્રાવેલ મેગેઝિન દ્વારા ઉદેપુરની લીલા પેલેસને નમ્બર વન હોટલ જાહેર થઈ

Leela Palace Udaipur,

દર વર્ષે ઉત્સાહી વાચકોના સર્વે પર આધાર રાખી સમગ્ર દુનિયાની શ્રેષ્ઠ હોટલો અને રિઝોર્ટની પસંદગી કરાય છે
અમદાવાદ,  ન્યૂયોર્કના વિશ્વપ્રસિદ્ધ ટ્રાવેલ મેગેઝિન ટ્રાવેલ પ્લસ લીઝરએ જેની ઘણાં સમયથી રાહ જોવાઈ રહી હતી, તે વર્ષ ૨૦૧૯ માટેના બેસ્ટ હોટેલ્સ એન્ડ રીઝોટ્‌ર્સ એવોર્ડની યાદી જાહેર કરી છે. જેમાં વિશ્વની શ્રેષ્ઠ ૧૦૦ હોટલની યાદીમાં નંબર-૧નો ખિતાબ ઉદેપુરની ફાઇવ સ્ટાર વૈભવી હોટલ અને રીઝોર્ટ ધી લીલા પેલેસ ઉદેપુરને આપવામાં આવ્યો છે.

એટલું જ નહીં, ટોપ-૧૦ હોટેલ્સ ઇન એશિયા કેટેગરીમાં ધી લીલા પેલેસ ન્યૂ દિલ્હી ત્રીજા ક્રમે છે અને ધી લીલા પેલેસ બેંગ્લુરુને દસમા ક્રમ માટે પસંદ કરવામાં આવી છે. આ અંગે ધી લીલા પેલેસ ઉદેપુરના જનરલ મેનેજર શ્રી રાજેશ નામ્બીએ જણાવ્યું હતું કે, ધી લીલા પેલેસ ઉદેપુરએ ટોપ રીઝોટ્‌ર્સ ઇન એશિયા કેટેગરીમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. લીલા પેલેસ ગ્રૂપનો સમાવેશ વિશ્વની ટોચની ૨૫ બ્રાન્ડ્‌સમાં પણ કરવામાં આવ્યો છે.

Famous Magazine Travel + Laser has announced the Best Hotels and Resorts Awards for the year 2019. This time the number one of the world’s best 100 hotels is won by the Leela Palace Udaipur, built on the lake Pichola.

 

ટ્રાવેલ પ્લસ લીઝરના આ રેન્કિંગ તેના વાચકોના સરવે પર આધારિત છે, દર વર્ષે ઉત્સાહી વાચકોના સરવે પર આધાર રાખી સમગ્ર વિશ્વની શ્રેષ્ઠ હોટલો અને રિઝોર્ટની પસંદગી કરવામાં આવે છે. આ સરવે આવી હોટલો અને રિઝોર્ટના સ્થળ, તેમના દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ, તેમના ફૂડ અને એકંદર કિંમતો પર આધારિત હોય છે. આ સરવે સમગ્ર વિશ્વના પ્રવાસન ઉદ્યોગમાં ખૂબ જ પ્રતિષ્ઠિત છે. બેસ્ટ હોટેલ્સ એન્ડ રિઝોટ્‌ર્સની કેટેગરીમાં સમગ્ર વિશ્વમાંથી લાખો અરજીઓ આવે છે અને આથી જ વિશ્વના નં-૧નું સ્થાન હાંસલ કરવું એ લીલા પેલેસ ઉદેપુર માટે ગૌરવની બાબત છે.

આ માટેની પુરસ્કાર સમારંભ ન્યૂયોર્કમાં યોજાશે, જ્યાં લીલા ગ્રૂપના પ્રેસિડેન્ટ રાજીવ કૌલ આ પુરસ્કાર સ્વીકારશે. શ્રી નામ્બીએ ઉમેર્યું હતું કે, આ પુરસ્કારને પરિણામે પ્રવાસનને પ્રોત્સાહન મળશે, હોટલ ઉદ્યોગ અને ફક્ત ઉદેપુરના જ નહીં પરંતુ સમગ્ર દેશના પ્રવાસનને વેગ મળશે. આ સરવેના આધારે વિશ્વનો પ્રવાસન ઉદ્યોગ શ્રેષ્ઠ પ્રવાસનસ્થળ નક્કી કરે છે. નંબર વન બનવાના સન્માનની સાથે ઉદેપુર શહેર વિશ્વનું સૌથી લોકપ્રિય પ્રવાસનસ્થળ બનવા સજ્જ થઈ ગયું હોવાની સાથે-સાથે યુએસ અને યુરોપ સહિત સમગ્ર વિશ્વમાંથી અહીં આવનારા પ્રવાસોઓની સંખ્યામાં પણ તે અભૂતપૂર્વ વધારો કરશે.

આ સરવેમાં અન્ય એક વિશેષ બાબત એ છે કે, ઉદેપુર શહેરને વિશ્વના ૧૦મા સૌથી સુંદર પ્રવાસન શહેર તરીકે અને એશિયાના છઠ્ઠા સૌથી સુંદર શહેર તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે. ધી લીલા પેલેસ ઉદેપુરના જનરલ મેનેજર રાજેશ નામ્બી, કોમર્શિયલ એન્ડ હેડ લાયેઝન દિનેસન નાયર અને ડેપ્યુટી જનરલ મેનેજર પ્રતીક સ્વરૂપે આ સિદ્ધિનો જસ હોટલની મુલાકાત લેનારા પ્રવાસીઓને આપ્યો હતો, જેમણે પેલેસની સેવાઓની કદર કરી હતી અને પોતાનું મૂલ્યવાન સમર્થન પૂરું પાડ્‌યું હતું. સમગ્ર વિશ્વના પ્રવાસીઓ દ્વારા પિચોલા સરોવરમાં સ્થિત ધી લીલા પેલેસ ઉદેપુરની સરાહના કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.