થલતેજ ૨૪X૭ પ્રોજેકટની મંજૂરી સામે પ્રશ્નાર્થ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરના જાધપુર વોર્ડમાં ર૪ કલાક પાણી સપ્લાય કરવા માટે તખ્તો તૈયાર મુકયો છે. તથા ર૪ટ૭ પ્રોજેકટના લોકાર્પણ માટે મ્યુનિ. કમીશ્નર અને હોદેદારો થનગની રહયા છે. ત્યારે થલતેજ વોર્ડમાં ર૪x૭ પ્રોજેકટ શરૂ કરવા સામે પ્રશ્નાર્થ થઈ રહયા છે. જયારે ઈજનેર અધિકારીઓએ કમીશ્નરને રોડ પર ફરતાં કર્યા હોવાના કટાક્ષ પણ કમીટી બેઠકમાં થયા હતા.
મ્યુનિ. વોટર સપ્લાય કમીટી ચેરમેન રશ્મિભાઈ શાહનો સંપર્ક કરતા તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે થલતેજ વોર્ડમાં ર૪x૭ પ્રોજેકટ માટે બીજી વખત દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. પરંતુ તેને હજી સુધી મંજૂરી આપવામાં આવી નથી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા “વોટર પોલિસી” તૈયાર કરવામાં આવ્યા બાદ જ સદ્દર પ્રોજેકટને મંજૂર કરવામાં આવશે. ર૪x૭ પ્રોજેકટમાં વોટર મીટર લગાવવા ફરજીયાત છે. પરંતુ વોટર ચાર્જ માટે પોલીસી નકકી નથી. વોટર પોલીસીમાં આ તમામ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
વોટર સપ્લાય કમીટીની બેઠક શરૂ થઈ તે સાથે જ થલતેજ ના કોર્પોરેટર અને પૂર્વદંડક લાલભાઈ ઠાકોરે ઈજનેર અધિકારીઓને અભિનંદન આપ્યા હતા. તથા તમે લોકોએ કમીશ્નરને રોડ પર ફરતા કર્યા છે તેવો કટાક્ષ પણ કર્યો હતો. કમીટીમાં કેચપીટોની સફાઈ જ મુખ્ય ચર્ચાનો વિષય રહયો હતો. વટવાના નવાણા પમ્પીંગ સ્ટેશન અને અન્ય પમ્પીંગ સ્ટેશનની ક્ષમતા વધારવા માટે રજુઆતો થઈ હતી. ઈજનેર અધિકારીઓએ કમીશ્નરને રોડ પર ફરતા કર્યા હોવાના કટાક્ષ કમીટી બેઠકમાં થયા