Western Times News

Gujarati News

SVP હોસ્પીટલમાં “મેન પાવર” સપ્લાય કરનાર સંસ્થાને લાખો રૂપિયાની પેનલ્ટી

File

 

હોસ્પીટલમાં પારાવાર ગંદકીઃ સફાઈ કોન્ટ્રાકટરની કામગીરી અત્યંત નબળી : એપોલો ફાર્મસી ને પણ મોટી પેનલ્ટી થાય તેવી શકયતાઃ દવાના વધુ ભાવ લેવામાં આવી રહયા છે

 

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સાત મહીના અગાઉ લોકાર્પણ કરવામાં આવેલ SVP હોસ્પીટલ હજી પૂર્ણ કાર્યરત થઈ નથી. પરંતુ ખાનગી કોન્ટ્રાકટરો ની બેદરકારી અને દાદાગીરી ૧૦૦ ટકા અમલી થઈ રહી છે. રાજય સરકારની ગ્રાન્ટમાંથી તૈયાર થયેલ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલમાં દર્દીઓને પારાવાર તકલીફ થતી હોવાની વિગતો અવાર-નવાર બહાર આવી રહી છે.

જેના માટે મનપા દ્વારા નિયુકત કોન્ટ્રાકટરો જવાબદાર છે. જેના કારણે જ હોસ્પીટલ શરૂ થઈ તે સમયથી અત્યાર સુધી કોન્ટ્રાકટરો ને બીલ પેટે રાતીપાઈ પણ ચુકવવામાં આવી નથી. જયારે લાખો રૂપિયાની પેનલ્ટી કરવામાં આવી છે. હોસ્પીટલના કોન્ટ્રાકટરો તથા અન્ય મેનેજમેન્ટ સ્ટાફ નાની-નાની બાબતોમાં પણ બેદરકારી દાખવી રહયા છે. જેના પરીણામ સ્વરૂપ મ્યુનિ.કમીશ્નર અને હોસ્પીટલના આસી.મ્યુનિ. કમીશ્નર સમક્ષ લેખિતમાં ફરીયાદો પણ કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે.

મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલ ને નામશેષ કર્યા બાદ રૂ.૭૦૦ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલી SVP હોસ્પીટલમાં દર્દીઓને શ્રેષ્ઠ સારવાર અને સુવિધા મળશે તેવી નાગરીકો ને આશા હતી તથા મ્યુનિ.કમીશ્નર અને શાસકો દ્વારા તે મતલબ ના દાવા પણ કરવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પીટલ લોકાર્પણ ના સાત મહીનામાં જ મ્યુનિ. વહીવટીતંત્ર અને શાસકપક્ષના દાવાનું પ્રિ-મોન્સુન પ્લાનની જેમ ધોવાણ થઈ રહયું છે. રાજય સરકારે શ્રેષ્ઠ હોસ્પીટલ તૈયાર કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે.


પરંતુ મ્યુનિ. વહીવટીતંત્ર અને શાસકપક્ષમાં હોસ્પીટલને વ્યવસ્થિત રીતે ચલાવવા અને નિભાવવાની પૂરતી આવડત ન હોવાથી શરૂઆતથી જ ખાનગીકરણ પર ભાર મુકવામાં આવ્યો છે. હોસ્પીટલમાં “મેન પાવર” સપ્લાય માટે ડીસેમ્બર ર૦૧૮થી જ આઉટ-સોર્બીગ કરવામાં આવ્યું છે. મેડીકલ એજયુકેશન ટ્રસ્ટના મહાનુભાવોએ “યુડીએસ” નામની કંપનીને તમામ પ્રકારનો સ્ટાફ પુરો પાડવા માટે કોન્ટ્રાકટ આપ્યો છે. જેમાં નર્સીગ સ્ટાફ તથા ટેકનીકલ સ્ટાફનો પણ સમાવેશ થઈ જાય છે. સુત્રોના જણાવ્યા મુજબ સદ્દર કંપની ડીસેમ્બર-ર૦૧૮થી “મેન પાવર” સપ્લાય કરી રહી છે.

હોસ્પીટલ સત્તાવાળા દ્વારા જે સ્ટાફની ડીમાન્ડ કરવામાં આવે છે. તેના કરતા ઓછી સંખ્યા કે બિન-અનુભવી કર્મચારીઓ આપવામાં આવે છે. જેના કારણે હોસ્પીટલ સત્તાવાળા તથા કોન્ટ્રાકટરના માણસો વચ્ચે રોજ ઘર્ષણ થાય છે. યુડીએસ કંપનીએ સાત મહીના બાદ પ્રથમ બીલ (ડીસેમ્બર-ર૦૧૮)નું રજુ કર્યું છે. તેની સામે હોસ્પીટલ મેનેજમેન્ટને રૂ.૪૦ લાખ પેનલ્ટી પેટે લેવાના થાય છે. તેથી બીલ સામે પેમેન્ટ કરવામાં આવ્યું નથી.

મેટ અને કોન્ટ્રાકટર વચ્ચે થયેલ એમઓયુમાં પેનલ્ટી ની ખાસ શરતો રાખવામાં આવી છે. જેમાં ડીમાન્ડ કરતા ઓછો સ્ટાફ મોકલવામાં આવે તો કર્મચારી દીઠ દૈનિક રૂ.એક હજારની તથા બીલ રકમના પ ટકા લેવાના રહે છે. SVP વહીવટકર્તાઓ દ્વારા સદ્દર શરત મુજબ રૂ.૪૦ લાખની પેનલ્ટી કરવામાં આવી છે. ડીસેમ્બર મહીનામાં હોસ્પીટલ કાર્યરત થઈ ન હોવાથી પેનલ્ટી કરવામાં ન આવે તેવો બચાવ કોન્ટ્રાકટર કરી રહયા છે. જે અંગે મ્યુનિ. કમીશ્નર અંતિમ નિર્ણય કરશે.

SVP હોસ્પીટલમાં એપોલો ફાર્મસીને પણ દવા ના વેચાણ માટે જગ્યા આપવામાં આવી છે. દર્દીઓ અને તેમના સ્વજનોની સૌથી વધુ ફરીયાદ એપોલો ફાર્મસી સામે જ છે. એપોલોમાં બજાર કરતા દવા ના ભાવ વધુ લેવામાં આવે છે. તથા દવાની ખરીદી માટે ઓછામાં ઓછા એક કલાક લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડે છે. એપોલો ફાર્મસી દ્વારા બિન અનુભવી સ્ટાફ રાખવામાં આવ્યો હોવાથી દર્દીના સ્વજનો પરેશાન થઈ જાય છે. બજારમાં જે કિંમતે દવા મળે છે.તેના કરતા ૩૦થી૪૦ ટકા વધુ ભાવ એપોલો ફાર્મસીવાળા લઈ રહયા છે.
એપોલો ફાર્મસી દ્વારા હજી સુધી બીલ રજુ કરવામાં આવ્યા નથી. સદ્દર સંસ્થાને પણ મોટી પેનલ્ટી કરવામાં આવશે તે બાબત નિશ્ચિત છે. મ્યુનિ. કોર્પોરેશન અને મેટના વહીવટદારો એસવીપીનું વ્યવસ્થિત રીતે ચલાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહયા છે.

હોસ્પીટલમાં વોર્ડ કે ટોયલેટના દરવાજા બરાબર બંધ થતા નથી. તેમજ ત્રણ-ત્રણ એ.સી.પ્લાન્ટ હોવા છતાં માત્ર એક જ પ્લાન્ટ ચલાવવામાં આવે છે. તેથી હવા-ઉજાસ ની તકલીફ રહે છે. ઓપરેશન થીયેટરમાં હવા-ઉજાસની સમસ્યા વધુ ગંભીર છે. તથા ઘણી વખત હાથ પંખા નો પણ ઉપયોગ કરવાની ફરજ પડી રહી હોવાની પણ ફરીયાદો થઈ રહી છે. હોસ્પીટલ સત્તાવાળા તેના માટે તબીબો ને જ જવાબદાર ઠેરવે છે.

ઓપરેશન સમયે એક સાથે ર૦થી૩૦ જુનીયર તબીબોને સાથે રાખવામાં આવતા હોવાથી આ પ્રકારની સમસ્યા થઈ રહી છે. તેમ સત્તાવાળા માની રહયા છે. કે એસવીપી હોસ્પીટલમાં પેશન્ટ ને દાખલ કરવામાં બે થી ત્રણ કલાકનો સમય લાગી રહયો છે. યુએસડી કંપનીના “ફલોર મેનેજર”ની કામગીરી અત્યંત નબળી છે.

ખાનગી હોસ્પીટલની જેમ SVP માં પણ દર્દીને દાખલ કરતા પહેલા “એડવાન્સ” જમા કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. જેના કારણે મધ્યમવર્ગના દર્દીઓને તકલીફ થાય છે. મ્યુનિ.કમીશ્નર સમગ્ર શહેરમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહયા છે. પરંતુ જીફઁ હોસ્પીટલમાં પારાવાર ગંદકી જાવા મળે છે. હોસ્પીટલમાં સફાઈ માટે માસિક રૂ.રપ લાખ ચુકવવામાં આવે છે. પરંતુ સફાઈના નામે શૂન્ય છે. આ તમામ મુદ્દે મ્યુનિ. કમીશ્નર અને હોસ્પીટલના આસી.કમીશ્નર સમક્ષ ફરીયાદો થઈ રહી છે. પરંતુ પરિણામ શૂન્ય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.