ઇડરના પાતળીયા ગામે મકાનમાં શોટ સર્કિટ થતાં પશુનો ધાસચારો બળીને રાખ

નેત્રામલી: ઇડર તાલુકાની પશ્ર્ચિમ દિશા તરફ આવેલા જૂના પાતળીયા ગામમાં રહેતા પટેલ મુકેશભાઇ ચીમનભાઈ ના મકાનમા અચાનક શોટ સર્કિટ થતાં મકાનમાં પશુઓ માટે ભરી રાખેલ સૂકો ઘાસચારો એકાએક સળગતા આગની લપેટમાં આવી જતાં અફરાતફરી મચી જવા પામી હતી.
આજુબાજુમાં જાણ થતાં તરતજ લોકો એ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા માટે ના પ્રયત્નો હાથ ધરી ઇડર ફાયર બ્રિગેડ માં જણ કરી હતી. સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને સદનસીબે કોઇ જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ મકાનમાં પશુઓના ચારા માટે ભરેલું ધાસ સંપૂર્ણ ભસ્મીભૂત થઇ ગયું હતું અને મકાન માં પણ પોતાની ધરવખરી બળીને રાખ થઇ જતાં ખેડૂતની કપરી પરિસ્થિતિમાં માથે સંકટના ધેરા વાદળો છવાઈ ગયા હતા.