Western Times News

Gujarati News

વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી મંદિરના દર્શન સોમવતી અમાસથી ભકતો કરી શકશે

કુબેર ભંડારી મંદિર તમામ સાધન સુવિધાથી સજજ :- પરમ પુજ્ય રજનીભાઈ પંડ્યા

ભિલોડા: વિશ્વમાં એકમાત્ર કુબેર ભંડારી દાદા કરનાળી મંદિર ચાણોદ પાસે નર્મદા નદીના કિનારે આવેલુ છે જ્યાં લાખો ની સંખ્યામાં ભાવિક ભક્તો કુુુબેર ભંંડારી દાદાના દર્શને અમાસના દિવસે ગુજરાત,મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી આવતા હોય છે.સમગ્ર વિશ્વ અને ભારત દેશમાં હાલના તબક્કેે કોરોના વાઈરસ નામની મહામારીનો સામનો કરી રહ્યું છે.

સરકારની માર્ગદર્શિકા અનુસાર તમામ દેવસ્થાન બંધ રાખવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.છેલ્લી ચાર અમાસ થી વિમુખ રહેલા ભક્તો માટે સોમવતી અમાસના દિવસથી દાદાના દર્શન કરી અમાસ દિને દર્શન કરી શકશે કુબેર ભંડારી મહાદેવ મંદિરના કપાટ ખુલ્યા પછીની પ્રથમ અમાસ ને અનુલક્ષી આજરોજ નવીન આયોજન થી ભક્તજનો અને દર્શનાર્થીઓ માટે દર્શનનું આયોજન કરેલ છે

તેનું જીણવટપૂર્વક નિરીક્ષણ શ્રી દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટ્ટા અને મંદિરના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યા બાપુ એ આજ રોજ કર્યું હતુ.સરકારની ગાઈડ લાઈન મુજબ આવનાર દર્શનાર્થીઓને લાભ આપવામાં આવશે તેમજ સરકારના નિયમાનુસાર સોશીયલ ડિસ્ટન્સ,માસ્ક,સેનેટાઈઝ કરી ભક્તો ને પ્રવેશ આપવામાં આવશે

ભાવિક ભક્તો દુધ,પ્રસાદી કે અન્ય કોઈ ભેટ ધરાવી શકશે નહી અન્યથા રોકડ રકમ કે દાન દાનપેટી માં મુકવાનો આગ્રહ રાખશો સોમવતી અમાસના દિવસે દાદા ના દર્શન સવારે આઠ થી સાંજે છ વાગ્યા સુધી કરી શકાશે પરમ પુજ્ય રજનીદાદાના જણાવ્યા અનુસાર મંદીર પ્રશાસને તમામ પ્રકાર ની સુવિધાથી મંદીર ને સજ્જ કરવામા આવ્યુ છે.

ભક્તોએ એ સરકાર ની ગાઈડ લાઈન ને અનુસરી માસ્ક પહેરી દર્શન કરવાના રહેશે મંદિર પ્રશાસન દ્વારા સેનેટાઈઝ સ્પ્રે મશીન,થર્મલ સ્ક્રિનિંગ કરી ભક્તોને પ્રવેશ આપવામા આવશે,બાપુ એ ભક્તો ને સાથ સહકાર આપવા તાકીદ કરી છે.કુબેર ભંડારી મંદિર કરનાલી ટ્રસ્ટના પ્રમુખએ ભક્તોએ શાંતી થી દર્શન કરવા અનુરોધ કર્યો છે.

વહીવટી તંત્ર અને મંદીરના કર્મચારીઓ સોમવતી અમાસને ધ્યાનમાં લઈ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.કર્ણરાજ ગોહિલ,બીપીન માછી અને સમગ્ર કુબેર ભંડારી કરનાલી ટીમ ભક્તોની સેવામાં ખડેપગે રહી કામગીરી કરી રહી છે. લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.