વિશ્વમાં સૌથી વધારે કોરોના ટેસ્ટ કરનાર દેશોમાં ભારત સામેલ
વોશિંગટન, કોરોના વાયરસ સંક્રમણની જાણકારી મેળવવા માટે સૌથી વધુ ૪.૨ કોરોડ સેમ્પલનું ટેસ્ટિંગ અમેરિકાએ કર્યું છે. ત્યારબાદ સૌથી વધુ ૧.૨ કરોડ સેમ્પલનું ટેસ્ટિંગ ભારતમાં થયું છે. વ્હાઇટ હાઉસે આ જાણકારી આપી છે. અમેરિકામાં ૩૫ લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા અને સંક્રમણથી ૧,૩૮,૦૦૦ લોકોના મોત થયા છે. દુનિયાભરમાં સંક્રમણના ૧૩.૬ કરોડથી વધુ કેસ સામે આવ્યા છે અને ૫,૮૬,૦૦૦ દર્દીઓના મોત થયા છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ કાયલે મેકનેનીએ ગુરુવારના જણાવ્યું હતું કે, કોરોના વાયરસની તપાસ સંબંધમાં અમે ૪.૨ કરોડથી વધુ લોકોના સેમ્પલ ટેસ્ટિંગ કર્યા છે. ત્યારબાદ સૌથી વધુ ૧.૨ કરોડ સેમ્પલનું ટેસ્ટિંગ ભારતમાં થયું છે. ટેસ્ટિંગ મામલે અમે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ ચાલી રહ્યાં છીએ.
તેમણે કહ્યું કે આ રેકોર્ડ ચેક કરવાનું ટ્રંપ વહીવટીતંત્રનું પગલું અગાઉના વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાની વિરુદ્ધ છે. મેકનેનીએ કહ્યું કે, ૨૦૦૯માં ઓબામા-બિડેન એડિ્મનિસ્ટ્રેશન સંચાલિત રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર દ્વારા રાજ્યોને ૐ૧દ્ગ૧ ફલૂની તપાસ કરવાનું બંધ કરવા અને દરેક કેસની ગણતરી બંધ કરવાનું કહ્યું હતું.મેકનેન્નીએ કહ્યું કે, રસીને લઈને પણ સારા સમાચાર મળી રહ્યા છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે મોડર્ના દ્વારા રસી પરીક્ષણ કરવામાં આવતા રસી સંશોધન સાથે સંકળાયેલા ૪૫ લોકો પર સારા પરિણામો આવી રહ્યા છે. આ રસીના ત્રીજા તબક્કાના જુલાઈના અંત સુધીમાં પરીક્ષણ થવાની ધારણા છે, જેમાં ૩૦,૦૦૦ લોકો આવરી લેશે. મેકનેનીએ કહ્યું કે કોવિડ-૧૯ની સારવાર પદ્ધતિ સંબંધિત પ્રોત્સાહક માહિતી મળી છે.